સુરત(surat):સુરતમાં દિવસે ને દિવસે શરમજનક ઘટનામાં વધારો થઇ રહ્યો છે,સુરતના કડોદરા માં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.ધાબા પર નહીં પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામમાં જુવાનજોધ દીકરીને પિતાએ જ મોતને ઘાટ ઉતારી હતી.
ઘરમાં ઊંઘવા ઈચ્છતા શેતાને પોતાની દીકરી પર મટન કાપવાના છરાથી ઉપરાછાપરી 25થી વધુ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. પરીવાર તેના પિતાને આવું કૃત્ય કરતા રોકે છે,પરંતુ પિતા કોઈનું જ સાંભળતા નથી.
કડોદરા સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની સાથે 18મી મેના રોજ ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતાં બચાવવા પડેલી પુત્રી ચંદાકુમારી )ને છરા વડે 25થી વધુ ઘા કરી હત્યા કરી હતી.
પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજને જોળવાથી કડોદરા તરફ જતાં રોડ પરથી ઝડપી લીધો હતો અને તેની પાસેથી છરો કબજે કર્યો હતો. તપાસ દરમિયાન બિલ્ડિંગમાં સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે. જે ફૂટેજમાં હત્યાનાં દૃશ્યો ભયાનક જણાઇ રહ્યાં છે.
રામાનુજે પત્નીને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ પુત્રી ચંદાકુમારી પર તૂટી પડ્યો હતો. 20 ઘા રૂમની આગળની ગેલેરીમાં જ માર્યા હતા અને ત્યારબાદ ચંદાકુમારી રૂમમાં પહોંચી ગઈ હોય ત્યાં જઈને પણ ઘા કર્યા હતા.
બિલ્ડિંગના માણસો એકત્રિત થઈ જઇ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતાં તે ચપ્પુ લઈને ભાગી છૂટ્યો હતો.હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો., જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી.
ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.