સુરતમાં બે મિત્રો યુવકને ચા પીવાના બહાને લઇ જઈ, દારૂના અડ્ડા પર લઈ ગયા ત્યાં જઈ છરીના ઘા મારી કરી હત્યા.

સુરત(surat):દિવસે ને દિવસે રાજ્યમાં ખુબ જ હત્યા નાં બનાવ બની રહ્યા છે,સુરત માં હજુ એક નવો કિસ્સો હત્યાનો સામે આવ્યો છે. સુરતના સચિનમાં રાત્રે 11.30 વાગ્યા આસપાસ બે મિત્રો યુવકને ચા પીવાનું કહી દારૂના અડ્ડા પર લઈ ગયા હતા. બાદમાં ત્યાં બન્ને મિત્રોએ યુવકને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

સચિન વિસ્તારમાં 21 વર્ષીય અક્રમ હાસમી રાત્રે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે બાઈક પર આવેલા બે મિત્રે ચા પીવા જવાનું કહીને તેને લઈ ગયા હતા. બાદમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે મૃતકની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે દારૂના અડ્ડા પર મિટિંગ બાદ હત્યા કરાઈ છે.

અક્રમનો પરિવાર વતન લખનઉમાં રહે છે. જ્યારે અક્રમ અહીં મિત્રો સાથે સચિન વિસ્તારમાં એકલો રહેતો હતો. આ સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે સોફા બનાવવાનું કામ કરતો હતો.

મિત્ર આલોક રામે જણાવ્યું હતું કે રાત્રે 11:30 વાગે પાંચ મિત્રો સાથે અક્રમ બેઠો હતો. ત્યારે અક્રમના બે મિત્રો જિતેન્દ્ર અને રાજુ બે બાઈક પર આવ્યા હતા અને ચા પીવા જવાનું કહેતાં બધા બાઈક પર ગયા હતા. ત્યાર બાદ જિતેન્દ્ર અને રાજુએ અક્રમને છરીના ઘા માર્યા હતા, જેમાં પેટના ભાગેથી માંસના લોચા પણ બહાર આવી ગયા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અક્રમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બંને આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.