સુરતમાં સ્વતંત્રતા પર્વના દિવસે જ શાળામાં છત ધરાશાયી થતા બે મજૂરોના મોત,એક ગંભીર.

સુરત(surat):હાલ રાજ્ય ભરમાં મોતના સમાચારે  વેગ પકડ્યો છે,હાલ સુરતમાંથી વધુ 2 ના મોતના સમાચાર આવી રહ્યા છે,સ્વતંત્રતા પર્વને કારણે આજે વિદ્યાર્થીઓને રજા હોવાથી આ છતનું સમારકામ ચાલી રહ્યુ હતુ. આ કામગીરી દરમિયાન છત ધડાકાભેર નીચે પડી હતી.

રાજ્યમાં જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં એક દુખદ અકસ્માત સામે આવ્યો છે., શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં ડાયમંડ સ્કૂલમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

શાળાની દીવાલ તૂટી જવા જેવી જ થઇ રહી હતી,તેથી સમારકામ ચાલતું હતું,દરમિયાન છતનો એક ભાગ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

સ્થાનિક પોલીસ અને અધિકારીઓનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સારવાર માટે 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઇ હતી અને ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.