સુરતમાં ગેલેરીમાં રમતાં રમતાં દોઢ વર્ષનું બાળક નીચે પડી જતા મોત,પરિવાર પર આભ તૂટી પડ્યું.

સુરત(surat):સુરતમાં આજકાલ મૃત્યુના ખુબ જ બનાવ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક નાના માસુમના મોતના સમાચાર સામે આવી રહ્યા છે,માંગરોળના નવાપુરા ગામમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. માંગરોળના નવાપુરા ગામ નજીક દોઢ વર્ષનું બાળક ગેલેરીમાં રમતાં રમતાં નીચે પટકાયું હતુ. જે બાદ માસૂમનું પટકાવવાના કારણે મોત નીપજ્યુ છે.

મળતી માહિતી મુજબ,માંગરોળના નવાપુરા ગામ નજીકના એક ફ્લેટની ગેલેરીમાં એક બાળક રમી રહ્યુ હતુ. આ દરમિયાન કોઇ કારણસર તે રમતાં રમતાં જ નીચે પટકાયુ હતુ. આ બાળક ચોથા માળેથી નીચે પટકાયુ હતુ. જેથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ માસૂમનું મોત નીપજ્યુ છે. આ દોઢ વર્ષના બાળકના મોતથી આખા પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઇ છે.

સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.,કે બાળક કઈ રીતે ગેલેરીમાંથી પડી ગયું હશે,એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.