સુરતમાં કારની બૉનેટ પર યુવકને 2 કિમી ઢસડ્યા બાદ આરોપીએ કર્યો ખુલાસો: મેં સાડા ત્રણ પેગ પીધા’તા

સુરત (Surat ):શહેરના પાલ મેઈન રોડ પર આ ઘટના બની હતી. અહીં બે કાર વચ્ચે અકસ્માત થયો અને બાદમાં જોરદાર બબાલ અને ગાળાગાળી થઇ હતીજેમાં એક કારચાલકે એક યુવકને પોતાની કારના બોનેટ પર લટકાવી બેથી અઢી કિલોમીટર સુધી કાર દોડાવી હતી. યુવક કારના બોનેટ પર એક તરફથી બીજી તરફ ફંગોળાતો હતો. આ અકસ્માતમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

જ્યારે એક બાઈકસવાર કાર પાછળ યુવકને બચાવવા બાઈક દોડાવતો નજરે પડ્યો હતો.જો કે, આ સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.જો કે, આ સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કારચાલકની ધરપકડ  કરી છે .

ઘટના બાદ ખુદ આરોપી યુવકે વાત કરીને કહ્યું કે તે હું ગભરાઈ ગયો હતો, અમે કારની રેસ કરી રહ્યાં હતા, પહેલા અકસ્માત સર્જ્યો અને બાદમાં કાર વચ્ચે રેસ લગાવી હતી. આરોપી કાર ચાલકે અકસ્માત સમયે સાડા ત્રણ પેગ દારૂ પીધો હોવાનું પણ કબુલ્યુ હતુ.