સુરત (Surat ): સુરતમાં સત્તામાં મદમસ્ત બનેલા કોર્પોરેટરએ ભારે કરી છે.સરકારી ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા શેરીઓમાં જોવા મળે. જાહેર રસ્તા પર જોવા મળે. પરંતુ સુરતમાં આવા બાંકડા ધાબે જોવા મળે છે. ફરી સુરતમાં આ બાંકડા કૌભાંડ સામે આવ્યું છે. સુરત રાંદેર વિસ્તારના કોર્પોરેટર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ઘણા બાંકડા ફાળવ્યા છે. મોટાભાગની સોસાયટીઓના ગેટ પર બાકડા ગોઠવી દેવામાં આવ્યા છે. ગ્રાન્ટનો ખૂબ જ સરળતાથી કોર્પોરેટરો ઉપયોગ કરતા હોય છે.
રાંદેર વિસ્તારની અંબિકા સોસાયટીના ટેરેસ ઉપર બાંકડા ગોઠવી દેવામાં આવ્યા હોવાના ફોટા વાઇરલ થયા છે. સોસાયટીના ગેટના બદલે કેટલાક વ્યક્તિઓ પોતાના ઘરના ટેરેસ ઉપર જ આ પ્રકારે બાંકડા ગોઠવી દે છે.આશ્ચર્યની વાત એ છે કે, કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા આ બાંકડા સોસાયટીના ગેટના બદલે કોઈ વ્યક્તિના ટેરેસ પર કેવી રીતે મૂકી શકાય ખરા? જે ફોટો વાઈરલ થયા છે.
સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થતા કોર્પોરેટરે તાત્કાલિક આ બાંકડાઓને ધાબા પરથી ગાયબ કરી દીધા હતા. જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જનપ્રતિનિધનું કામ જનતાની સેવા કરવાનું હોય છે. પરંતુ કોર્પોરેટર પોતાના રાજકીય વર્ગ વાપરી અંગત વપરાશમાં ચીજવસ્તુઓ ઉપયોગ લઈ રહ્યા છે .