મીરા એ જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે એણે હોલમાં બેઠેલો એના લાડલા દીકરા ગોલું ને જોયો. અને એને જોઈને ચહેરા પર સ્મિત આવી ગયું અને સાચી વાત છે એક માં આવી જ હોય છે .પોતાના બાળકોને જોઈને પુરા દિવસનો થાક ભૂલી જાય છે.

મીરા એ જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે એણે હોલમાં બેઠેલો એના લાડલા દીકરા ગોલું ને જોયો. અને એને જોઈને ચહેરા પર સ્મિત આવી ગયું અને સાચી વાત છે એક માં આવી જ હોય છે .પોતાના બાળકોને જોઈને પુરા દિવસનો થાક ભૂલી જાય છે.

મીરા પણ સવારે 9:00 વાગે થી નીકળી જાય છે અને સાંજે છ વાગે ઘરે પહોંચે છે. પણ આ શું ગોલુ નુડલ્સ ખાય છે .હજી તો કાલ જ પેટમાં દુખાવાની ફરિયાદ કરતો હતો.

હે ,ભગવાન કેટલી વાર મમ્મીને કહ્યું છે આને નુડલ્સ, પાસ્તા, ચાહમીન, મોમોસ એવી વસ્તુઓ ખાવા ના આપે .પણ ન જાને કેમ મમ્મી આ સમજવા તૈયાર જ નથી. હવે હું પણ કેટલું સમજાવું એ તો બાળક છે એ તો જીદ કરે એ તો કોઈ વાત સમજતું નથી. પરંતુ મમ્મી તો ઘરમાં મોટા છે અને એ પણ બાળકોને સમજાવવાની જગ્યાએ એની સામે હા માં હા મેળવશે તો કેમ ચાલશે? આજે મારે મમ્મી જોડે વાત કરવી જ પડશે નહિતર બાળકોની સેહત બગડી જશે .આ બધી વસ્તુઓથી વધુ સારું છે કે ઘરનું બનાવેલું પૌષ્ટિક ભોજન ખાય. અને આ વાત મમ્મીને કેમ સમજ નથી પડતી. મનમાં ને મનમાં જ મીરા એ વિચારવા લાગી.

મમ્મી તમે મોટા છો સમજદાર છો એટલે તમારી છોડે જીભા જોડી નથી કરતી. પરંતુ મહેરબાની કરીને બાળકોને બહારનું અનહેલ્દી ના ખવડાવો. પાસ્તા, મેગી, મોમોસ આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી નથી. કાલે પણ ગોલુના પેટમાં દુખતું હતું .મહેરબાની કરીને આ બધું ના ખવડાવો. મીરા તેના સાસુને કહે છે.

તો હું શું જાણી જોઈને ખવડાવુ છું. આમ પણ તે બાળકોને દાળ રોટી ખાવાનું શીખવાડ્યું જ નથી હવે કશું ખાતા નથી તો કાંઈક ખવડાવવુ તો પડે ને. કાંઈક તો પેટમાં જાય.

મમ્મી કાંઈક ખવડાવવું પડે એ વાતનો વિચાર કરી કરીને આપણે તેના પેટમાં આવી ગંદગી ના નખાય .અને પેટ ભરીને મોમોસ ખાવા કરતા સારું છે કે તે અડધી રોટલી જ ખાય એ પૌષ્ટિક તો હોય ને .અને એ ના થાય તો તમે એને સમજાવો અથવા કોઈ વસ્તુની લાલચ આપો. આપણે મોટા છીએ આપણે બાળકોને શીખવાડવાનું હોય. મારી મજબૂરી છે કે હું ઓફિસ જાવ છું નહિતર આ કામ હું જરૂર કરેત.

સારું, તો તારો કહેવાનું મતલબ છે કે અમે એને સરખી રીતના નથી રાખતા. તું ઘરે હોય તો તેને સારી રીતે રાખે. મતલબ કે અમે બાળકોને અમારા હિસાબથી કાંઈક ખવડાવીએ તો અમારો એટલો પણ અધિકાર નથી અમારો એટલો પણ હક નથી .

મને માફ કરજો મમ્મી હું તમારા પર કોઈ આરોપ નથી લગાવી રહી અને વાત રહી તમારા પૌત્ર પર તમારા હકની તો એ ત્યારે મળે છે જ્યારે આપણે આપણી જવાબદારી નિભાવીએ અને અઠવાડિયામાં ચાર દિવસ તમે ગોલુ ને બહારનું ખવડાવો તો તમે તમારી જવાબદારી ઠંગથી નથી નિભાવી રહ્યા. હું તમારી સાથે માથાકૂટ નથી કરવા માગતી પણ તમે જે કરો છો તે ખોટું છે. તમે પોતે જ વિચારો કે આટલી નાની ઉંમરમાં બાળકને બહારનું ખાવાની આદત પડી જશે તો આગળ ચાલીને તે ફક્ત બહારનું જ ખાવાનું પસંદ કરશે અને તમે પણ જાણો છો કે બહારનું ખાવાનું ફક્ત પેટ જ ભરી શકે છે શારીરિક અને માનસિક વિકાસ નથી આપતું.

મમ્મીજી, તે તમારો પૌત્ર છે. તમારો એના પર પૂરો અધિકાર છે. હું તો આખો દિવસ ઘરે નથી હોતી તો તમે જ એને સારી સારી વસ્તુ ખાવાનું શીખવાડો. આપણે મોટા છીએ આપણે બાળકોને સમજાવવા પડે ,મનાવવા પડે કે એ ઘરનું ખાવાનું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન ખાય. તમે તો જાણો છો કે આ સમયે બધી વસ્તુઓમાં ભેળસેળ આવે છે. જેને લઈને ઘરે પણ એટલું પૌષ્ટિક નથી બનતું જેટલું હોવું જોઈએ. અને બહારના ખાવાની તો વાત જ કંઈક નિરા નિરાળી છે .એમાં કેમિકલ મેળવેલા હોય છે જે ઉલ્ટા શરીરને નુકસાન પહોંચાડે છે. તો આપણે બાળકોને એવી વસ્તુઓ શા માટે દેવી છે જેનાથી એને નુકસાન થાય.

એ સાચુ છે કે તે બાળક છે જીદ કરે છે પણ અઠવાડિયામાં એક બે વાર ખવડાવો તો કોઈ વાંધો નહીં પણ અઠવાડિયામાં ચાર દિવસ બહારનું મનચુરીયમ ,નુડલ્સ અને પાણીપુરી ખાશે તો તેનું પાચનતંત્ર બગડી જશે.

મમ્મી તમારા પૌત્રની માટે એક વખત ફરીથી તમારા જુના આઈડિયા લગાવો જેવા તમે તમારા દીકરા ને ખવડાવવા લગાડતા હતા .એવી જ રીતે તમે રોટલી પર ઘી અને ખાંડ લગાડીને તેનો રોલ બનાવી, સાદા પરોઠાને કુરકુરા કરી દહીં સાથે ખવડાવો, પોકેટ વાળા પરાઠામાં અંદર શાકભાજી છુપાવીને ખવડાવવું. આ બધું તમે રોનક માટે કરતા હતા એક વખત ફરીથી તમે તમારા પૌત્ર માટે પણ આ બધું કરો ને મને વિશ્વાસ છે કે તમે મારી થોડી મદદ કરશો તો ગોલૂ બહારનું અનહેલદી ખાવાનું છોડી દેશે .અને તમારું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ખાવાનો દીવાનો થઈ જશે.

હું જાણું છું કે મમ્મી આ બધું મારે કરવું જોઈએ. પરંતુ સરકારી નોકરી હું ચાહીને પણ છોડી ના શકું અને ઘરની હાલત મને નોકરી છોડવાની પરવાનગી પણ નથી આપતી.

તુ સાચું કહે છે બેટા ઉતાવળથી કામ પૂરું કરવામાં અને ફટાફટ નવરા થવાના ચક્કરમાં હું તારા દેવર પાસેથી ગોલુ માટે બહારનું ખાવાનું મંગાવી લેતી હતી .પરંતુ કોઈ દિવસ વિચાર્યું જ નહીં કે ધીરે ધીરે આને આદત લાગી જશે .અને હું અજાણ્યા એનું નુકસાન કરી રહી છું પરંતુ આજે તે મને થોડું પ્યારથી, થોડું ખીજાઈ ને ,થોડું લડીને અને થોડું સમજાવીને મને આ વાતથી અવગત કરી છે કે ગોલુ માટે શું સાચું છે અને શું ખોટું છે. અને રહી વાત બધું તારે કરવાની તો બેટા ૧૦ થી ૬ તું ઓફિસે જાય છે. તો ત્યાં પણ તું કામ જ કરે છે ત્યારે તો પગાર આવે છે. જ્યારે તું ઘર ચલાવવામાં રોનકની સાથે બરાબર માં ઉભી છો તો તારી મદદ કરવી પણ મારી જવાબદારી છે .ચાલ હવે ઠીક છે હવેથી હું ધીરે ધીરે કરીને ગોલું ને ઘરનું ખાવાનું શીખવાડીશ અને ધીરે ધીરે કરીને બહારનું ખાવાનું બંધ કરાવી નાખીશ.

પરંતુ હા તારે પણ મારી થોડીક મદદ કરવી પડશે આપણે બંને ભેગા થઈને ઘરે જ નાસ્તો બનાવીને રાખીશું. જેમ કે ગાંઠીયા, ફરસાણ ,શક્કરપારા જેવું.

મમ્મીજી હું આમાં તમારી પૂરી મદદ કરીશ અને થેન્ક્યુ મમ્મી મારી વાત સમજવા માટે આવું કહીને મીરા એ પોતાની સાસ પર્મિલાજીને ગળે લગાવી લીધા.

ધન્યવાદ. આ વાર્તા તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો.