સુરતમાં શાકભાજીના ધંધા બાબતે પુત્રની નજર સામે પિતાનું આંતરડું કાઢી નાખ્યું,માણસાઈ નેવે મૂકાઈ.

સુરત(surat):સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવ ખુબ જ બની રહ્યા છે, મળતી માહિતી મુજબ,સુરતના અમરોલી વિસ્તારમાં ગત 6 મેના રોજ રાતે હત્યાની ઘટના બની હતી. શાકભાજીના ધંધા બાબતે તલવાર અને ઘાતક હથિયારો સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો. જેમાં પુત્રની સામે જ પિતાના પેટમાં ચપ્પાના ઘા મારીને આંતરડું બહાર કાઢી નાખતા મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ,સુરત શહેરના  અમરોલી-કોસાડ આવાસમાં રહેતા શની અતુલ સોલંકી ગત 6 મેના રોજ રાબેતા મુજબ સવારે 6 વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયાં હતાં.

આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણીયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણીયા પણ શાકભાજીનો ધંધો કરે છે. આ પિતા પુત્રએ શની અને તેની પત્ની સુમનને મોટા વરાછાના રામચોક ખાતે ધંધો કરવા આવવાની ના  પડી હતી,ધંધો કરવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જગડો કર્યા પછી પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયાં હતાં,રાત્રે સદા દસ આસપાસ પરિવાર સાથે જમવા બેસવાની તૈયરી કરતો હતો ત્યારે જ  અલ્પેશ તેના પિતા ભૂપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે  આવી જઈને હુમલો કર્યો હતો.

પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતાં આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.