સુરતમાં પત્નીએ દીકરીઓ સાથે મળી ફિલ્મી ઢબે ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; ઘરે જઈને કારણ કહ્યું,ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

સુરત(surat):ઘણી ઘટનાઓ એવી આપણી સામે આવતી હોય છે,જેનાથી ચકચાર મચી જવા પામતી હોય છે.સુરતમાં વધુ એક એવી ઘટના સામે આવી છે.બારડોલીમાં એક પત્નીએ જ તેની બે દીકરીઓ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો બાદ લાશને કોથળામાં નાખી રાતના અંધારામાં જમીનમાં દાટી દીધી,અને વતન જઈને કારણ કહ્યું,ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું.

માંગરોળના પીપોદરા ગામે આવેલા લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પુરુષ નરેશ તૃષ્ટી નાયક તેની પત્ની અને બે દીકરી સાથે ઉમંગ રેસિડન્સીમાં રહેતો હતો. તેને એટલે કે નરેશ તૃષ્ટી નાયકને તેના રહેણાક મકાન નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જ મોતને ઘાટ ઉતારી દાટી દેવામાં આવ્યો હતો.

થોડા દિવસો બાદ સ્થાનિકોને દુર્ગંધ આવતાં જમીનમાં ખાડો ખોદીને તપાસ કરતાં અંદરથી એક કોથળો મળી આવ્યો હતો. એમાં ખોલીને જોતાં અંદર લાશ હતી. જેથી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મૃતક નરેશને પત્ની સવિતાએ બે દીકરીઓની મદદગારીથી મૂઢમાર મારી અથવા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પડોશીએ અનુમાન લગાવતાં જણાવ્યું હતું.

હાલ ફરાર ત્રણેય આરોપીઓને શકમાં રાખી ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેયની શોધખોળ હાલ ચાલી રહી છે.