વાવાઝોડું તાઉતે કરતા પણ મોટું આવવાની સંભાવના,જુઓ ક્યાં ક્યાં વિસ્તારમાં આવશે.

વાતાવરણમાં ખુબ જ પલટો આવે છે ને ક્યારે વાવાઝોડું આવે છે તે ફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે.

ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે.

જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે પણ 10-11 જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.

ચોમાસુ સામાન્ય રીતે 8 રાજ્યો એટલે કે 8 જૂન સુધીમાં દેશના 35% જમીન વિસ્તારને કવર કરી શકે છે. ખરેખરમાં, ભારતીય હવામાન વિભાગ જે 14 કેન્દ્રો પર વરસાદના આધારે ચોમાસું જાહેર કરે છે, તેમાંથી 60% કેન્દ્રોમાં બે દિવસમાં સતત 2.5 મીમી વરસાદ પડવાની જરૂર છે, જે અત્યાર સુધી પડ્યો નથી.

જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે વરસાદ અને કરાથી સફરજનના બગીચા અને અન્ય મોસમી ફળો અને શાકભાજીને ભારે નુકસાન થયું છે.  સફરજન અને અન્ય પાકને 70-80% નુકસાનનો અંદાજ છે. આ કારણે આવનારા સમયમાં સફરજન વધુ મોંઘા થશે, કારણ કે દેશમાં સફરજનનો 70% પુરવઠો કાશ્મીરમાંથી આવે છે.