સુરત(surat):આજ કાલ શહેરમાં હત્યાના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ જ શહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, શહેરના નાનપુરા વિસ્તારમાં બેનપણીના પુત્રની જન્મદિવસની પાર્ટીમાં પહોંચેલા યુવક પર અજાણ્યા શખ્સે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવકના એક વર્ષ પહેલા જ પ્રેમલગ્ન થયા હતા, અને હાલ તેની પત્ની સગર્ભા છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે, જ્યારે પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.
લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉમરા ગામ ખાતે આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ઉમરા ગામમાં જ પાસપોર્ટ ઓફિસની સામે ચિકનની લારી લગાવતાં પાર્થ રમેશભાઈ આહીરના એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની પત્ની ગર્ભવતી છે.
ગઈકાલે મોડી રાત્રે પોતાની બહેનપણીના પુત્રનો જન્મદિવસ હોવાને લીધે આ યુવક નાનપુરા ખાતે પહોંચ્યો હતો. બાળકના જન્મદિવસની કેક કપાય તે પહેલા જ પાર્થની અજાણ્યા યુવકો સાથે માથાકૂટ થઈ હતી. આ યુવકોએ ચપ્પુ વડે પાર્થ પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખુબ જ ભાગદોડ મચી જવા પામી હતી. યુવકની હત્યા સાથે યુવકની પત્ની ગર્ભવતી હોવાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે શોકનું મોજું ફરી ગયું હતું.