સુરત(surat):હાલમાં આજ કાલ હત્યાના ખુબ જ બનાવ સામે આવી રહ્યા છે,હાલ સુરતમાંથી હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે,સુરતના અડાજણ વિસ્તારમાં હાઇરાઇઝ રેસિડન્સીમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. ચાર દિવસ પહેલાં સિક્યોરિટીના રૂમમાં જ હત્યા કરાયેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.
બંને રૂમ પાર્ટનરે બેટ અને સ્ટમ્પ વડે ઉપરાછાપરી ફટકા મારી પોતાના જ રૂમ પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાડીના સફાઈ કામમાં વધારે કામ મળતું હોવાથી ઈર્ષાને લઈ બંને રૂમ પાર્ટનર હોવાથી ઈર્ષ્યાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
અડાજણ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન હાઈટ્સના સિક્યોરિટી ગાર્ડની ગત ગુરુવારના રોજ હત્યા કરવામાં આવી હતી.,આ કેસમાં ઊંડી તપાસ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બેટ અને સ્ટમ્પ વડે ફટકા મારી ભારે નિદ્રામાં જ બદ્રીસિંહ નામના સિક્યોરિટી ગાર્ડની તેના જ રૂમ પાર્ટનરો રાજપાલ અને રમાકાંત દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
બિલ્ડિંગના જ એક રૂમમાં પોતાના અન્ય બે સાથી મિત્રો સાથે રહેતો હતો. બિલ્ડિંગમાં રહેતા ફ્લેટધારકો સહિત સોસાયટીના અન્ય લોકોનાં ફોર-વ્હીલની પણ સાફ-સફાઈ કરતો હતો, જેમાં ત્રણેય રૂમ પાર્ટનરમાં સૌથી વધુ ગાડી સાફ-સફાઈનું કામ બદ્રીસિંહને જ મળતું હતું. એના કારણે તેના અન્ય બે રૂમ પાર્ટનર રાજપાલ અને રમાકાંતને ઈર્ષ્યા થતી હતી. એ અંગે ત્રણેય વચ્ચે માથાકૂટ પણ થઈ હતી,જેથી બદ્રીસિંહની હત્યા કરવાનું કાવતરું બંને શખસે રચ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. દરમિયાન અડાજણ પોલીસે હત્યાના ગુનામાં ફરાર આરોપી રમાકાંત રૈદાસે અને રાજપાલ રૈદાસની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.