રાજકોટમાં દીવાબત્તી કરવા જતા ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ-એટેકથી મોત,પટેલ સમાજમાં માતમ છવાયો.

રાજકોટ(RAJKOT):આજ કાલ રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ રાજકોટમાં વધુ એક કિસ્સો  સામે આવ્યો છે,હાર્ટ એટેકના બનાવમાં રાજકોટના રહેવાસી અને ખોડલધામના ટ્રસ્ટી તમેજ ઉદ્યોગપતિ કલ્પેશ ટાંટીનું મોત નિપજયાનું સામે આવતા લેઉવા પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

રાજકોટ નાના મવા રોડ પર આવેલ શ્રીરાજ રેસીડેન્સીમાં તુલસીપત્ર નામના બંગલામાં રહેતા કલ્પેશભાઈ વલ્લભભાઈ તંતી  ગઈકાલે સાંજે 7.45 વાગ્યે પોતાના ઘરે બીજા માળે દિવાબત્તી કરવા માટે ગયા હતા., જ્યાંથી તેઓ 25 મિનિટ સુધી નીચે ન આવતા પરિવારજનો તપાસ કરવા માટે ઉપર ગયા  હતા ,તો કલ્પેશભાઈ બેભાન હાલમાં ઢળેલા પડ્યા હતા. તેમને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા,ત્યાના ફરજ પરના તબીબે મૃત જાહેર કાર્ય હતા.

મૃતક કલ્પેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી છે. તેઓને સડકપીપળીયા પાસે સનનાયકા નામની પોલીમર્સનું કારખાનુ આવેલું છે અને તેઓ મકાનના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા,અચાનક જ આવા સમાચાર થી પરિવારમાં તેમજ સમગ્ર પટેલ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.