સુરત (Surat ):સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા લાંબા સમથી અણબનાવને કારણે પત્નીએ બે સંતાનોને ગળેફાંસો આપીને હત્યા કર્યા બાદ પોતે પણ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મળતી જાણકારી મુજબ ,,નેપાળના કાઠમંડુના રહેવાસી મુન્ના પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી અને બે બાળકો સાથે એક વર્ષ પહેલા જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતે તકરાર ચાલતી હતી અને મતભેદ થયા કરતા હતા.
જોકે, રીટાદેવીએ થોડા દિવસો પહેલાં જ તેના પતિ મુન્ના યાદવ સામે 498ની ફરિયાદ પણ આપવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસ વચ્ચે આજે રીટાદેવીએ પાંચ વર્ષના પુત્ર રોબર્ટ અને 11 વર્ષની પુત્રી આંશિકાને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ આપઘાતની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા રીતા ચોરસિયા મૂળ બિહારની રહેવાસી હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલાનો પતિ રાજેશ પ્રસાદ સાથે નેપાળના કાઠમંડુમાં રહેતી હતી. નેપાળમાં તેમને કરિયાણાની દુકાન હતી. કરિયાણાની દુકાનમાં મુન્ના નામનો નોકર કામ કરતો હતો. ત્યારે રિતા ચોરસિયાની મુન્ના નોકર સાથે આંખ મળી જતા નેપાળથી ભાગીને સુરત આવી હતી. ત્યારબાદ રિતા સુરતમાં પ્રેમી મુન્ના સાથે રહેવા લાગી હતી.
પોલીસે મહિલા અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખેસડ્યા હતા. બનાવને પગલે પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.