આજ કાલ રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે,આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકે બે સગી બહેનોને કચડી નાખી હતી. આ કારણોસર બંને બહેનોનું એક સાથે કરુણ મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર બંને બહેનો શાળાએ જાય તે પહેલા બંને મહાદેવના દર્શન કરવા માટે ગઈ હતી. મહાદેવના દર્શન કરીને બંને બહેનો પરત ફરી રહી હતી. આ દરમિયાન એક ડમ્પરે પાછળથી બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું.
બીજી બહેનને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલમાં જ મોત થયું હતું.આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી સામે આવી રહી છે. બંને બહેનો એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
બંને દીકરીઓના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો,બંને બેનનું આમ અચાનક મોત થતા જ ગામ અને પરિવારજનો તેમજ લોકોમાં માતમ છવાઈ ગયો હતો.