તથ્યના 3 દિવસના રિમાન્ડમાં તથ્ય પટેલે કબૂલાત કરી છે કે થાર ગાડી વડે અકસ્માત પણ તેણે જ કર્યો હતો..બીજી પણ કરી અનેક કબુલાત ….

અમદાવાદ (Amdavad ): અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્યના  પોલીસને 3 દિવસમાં રિમાન્ડ મળ્યા છે, જે આવતીકાલે પુરા થશે તે અગાઉ અનેક ખુલાસા થયા છે.તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુભવન રોડ પર કરેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ અંગે તથ્યએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે થાર ગાડી તે જ ચલાવી રહ્યો હતો અને તેણે જ અકસ્માત કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર તથ્ય તપાસમાં સહકાર નથી આપી રહ્યો, જેથી ક્રોસ ચેક કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી 30થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.તથ્યએ કબૂલાત કરી છે કે, અકસ્માતના દિવસે તેને માટે ડીપર મારી હતી. તેને ગાડીને બ્રેક મારી નહોતી.સ્પીડ બાબતે અલગ અલગ બાબતો કહી રહ્યો છે. ક્યારેક વધારે સ્પીડ તો ક્યારેક ઓછી સ્પીડ કહી રહ્યો છે.

આ ઉપરાંત તથ્યના સોશિયલ મીડિયાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની 2 ટીમ મૃતકોના સગાના નિવેદન માટે મોકલવામાં આવી છે. જેમાં એક ટીમ સુરેન્દ્રનગર અને એક ટીમ બોટાદ તરફ ગઈ છે. હજુ અનેક રિપોર્ટ આવવાના બાકી છે, તે રિપોર્ટ આવે ત્યાર વધુ તપાસ થઈ શકે તેમ છે.