મોપેડ પર સ્ટંટ કરતા યુવકોને ધ્યાનમાં લઈ હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી: બાળકો સાથે પરિવાર પણ એટલો જ જવાબદાર ગણાશે…

સુરત (Surat ): સુરત શહેરમાં જોખમી રીતે મોપેડ હંકારતા સગીર સહિત તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સગીર વયની ઉંમરમાં મોપેડ ચલાવવા આપતા પિતા પણ પુત્રની સાથે ગુનેગાર બન્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના કોઈપણ રોડ કે રસ્તાને કોઈપણ રેસિંગ ટ્રેક બનાવવાની કોશિશ કરશે તો તેની પર સખત કાર્યવાહી થશે. તે પછી બાળક હોય કે તેના પિતા, હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં.બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જો એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ ચલાવી લેવામાં આવશે નહી.

જેની પાસે લાયસન્સ ના હોય એવા બાળકોને બાઈકો અને મોપેડ અપાવીને તેના બાળકોના મોજ શોખ પૂરા કરે છે. પરંતુ આવા બાળકોના દ્વારા અન્યના અનેક પરિવારોએ પોતાના લાડલા દીકરા- દીકરીને ખોયા છે.ગુજરાતમાં તમામ જગ્યા પર આ જ પ્રકારની કામગીરી ચાલે છે. અને હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.