અમદાવાદમાં લોહીના સંબંધ ધરાવતા માતા સાથે મળી બે પુત્રોએ કરી પિતાની હત્યા, ઘટનાની કોઈને જાણ ન થાય તે માટે કર્યું એવું કે તમે પણ ચોકી જશો .

અમદાવાદ (Amdavad ): આજે કલ્યુગની અસર દેખાવા લાગી છે કોઈ કોઈનું નથી રહ્યું ,પોતાના જ એકબીજાની હત્યા કરવા તૈયાર થઇ ગયા છે .એવો  જ બનાવ વેજલપુર ફતેવાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે . મળતી જાણકારી મુજબ ,યુસુફ ખોખર રોજે દારૂ પીવાની આદત ધરાવતો હોવાથી નશાની હાલતમાં રોજે ઘરમાં ઝઘડા કરતો હતો. 24 જુલાઈની મોડી રાત્રે દારૂ પીને ઘરમાં આવતા  પત્ની અને બે દીકરા વચ્ચે બબાલ થઈ હતી.

આ બબાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે  પત્ની અને બે દીકરાઓએ લાકડીઓ વડે યુસુફ ને માર મારવાનું શરૂ કર્યું હતું જેમાં યુસુફનું માથું દીવાલે પટકાતા માથાના ભાગે ઈજા થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ચોકાવનારી બાબત તો એ છે કે હત્યાની ઘટનાની કોઈને જાણ ન થાય તે માટે શ્વાસની બીમારી હોવાનું બહાનું બતાવી આરોપીઓએ મૃતકની અંતિમ ક્રિયાઓ કરી દીધી હતી.

પરંતુ મૃતકનો મોટો ભાઈ ઘરે આવી ડેડ બોડીને ચેક કરતા માથાના ભાગે લોહી નીકળેલું દેખાતા પોલીસ ને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળ પર જઈને તપાસ કરતા શરીરે ઇજા ના નિશાનો મળી આવ્યા હતા અને જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ એ દિશા માં તપાસ તેજ કરી છે.