ગુજરાત (Gujrat ): અત્યારે પોલીસ કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં બની જ રહે છે .એવામાં એક નવો જ બનાવ સામે આવ્યો છે .ગુજરાતમાં એક બાંધકામ સ્થળ પર ખોદકામ દરમિયાન આદિવાસીઓને આ સોનાના સિક્કા મળ્યા હતા. 240 સિક્કામાંથી બે મજૂરો પાસે માત્ર એક સિક્કો બચ્યો હતો.
રામકુ ભાયડિયા અને તેમની પુત્રવધૂ (બે મજૂરો) જ્યારે તેઓ ગુજરાતમાં બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમને સિક્કા મળ્યા હતા. બીલીમોરાના બજાર સ્ટ્રીટ બંદર રોડ ઉપર આવેલી મસ્જિદ પાસે શબ્બીરભાઈ બલિયાવાલાનું વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે.
આ મકાન તોડવા માટે મધ્યપ્રદેશના અમુક મજૂરો કાર્યરત હતા. આ ઘરને તોડતી વખતે મજૂરોને 1922ના અંગ્રેજોના સમયના ઐતિહાસિક સોનાના સિક્કા હાથે લાગ્યા હતા તેઓ ચૂપચાપ સિક્કા લઈને ગુજરાતની સરહદ પાસેના સોંડવા ગામમાં પાછા ફર્યા હતા. પોલીસે જણાવ્યું કે બંનેએ 20 સિક્કા રાખ્યા અને બાકીના 240 સિક્કા તેમના ઘરમાં ખાડો ખોદીને દાટી દીધા હતા.
જોકે સિક્કાની માહિતી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી.મળી આવેલા 240 સોનાના સિક્કા બ્રિટિશ યુગના હોવાનું કહેવાય છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સાદા કપડામાં આવેલા ચાર પોલીસકર્મીઓ રામકુના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. સોનાના સિક્કા ખોદીને લઈ ગયા હતા.
રામકુએ કહ્યું, ‘પોલીસે 239 સિક્કા લઇ લીધા હતા અને અમે માત્ર એક સિક્કો જ બચાવવામાં સફળ રહ્યા હતા. જોકે રામકુએ બીજા જ દિવસે ફરિયાદ નોંધાવી હતી. આ મામલો વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો ત્યારબાદ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.