અંબાલાલ પટેલની આગાહી ચિંતામાં મૂકી દેશે ,સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે…

ગુજરાતમાં ઓગસ્ટમાં નહીંવત વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વરસાદની કોઈપણ સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. જો કે સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  30 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ.

ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થવા લાગ્ય છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે. 23 સપ્ટેમ્બરથી સખત ગરમીના અહેસાસની શક્યતા છે.

ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  30 ઓગસ્ટ સુધી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

સુરતમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં માત્ર 2 ઈંચ વરસાદ  ઓગસ્ટ મહિના દરમિયાન વરસ્યો છે. સુરતમાં 38 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. મહિનાના બાકીના 4 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. છેલ્લે 2015માં ઓગસ્ટમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે સપ્ટેમ્બરમાં પણ સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરાઈ છે.