UAE ટી-20 લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સે બનાવી મજબૂત ટીમ, આ ખેલાડીઓને સામેલ કર્યા

સંયુક્ત અરબ અમીરાત (UAE) ટી-20 લીગ માટે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની માટે મજબૂત ટીમ તૈયાર કરી લીધી છે. યૂએઇમાં આ ટીમ અબુધાબી નાઇટ રાઇડર્સના નામથી રમશે. ટીમમાં સુનીલ નારીન અને આંદ્રે રસેલની પસંદગી કરવામાં આવી છે. નરેન અને રસેલ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ છે. તે 2012 અને 2014થી રમી રહ્યા ચે. નરેન કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે પણ રમે છે.

અબુધાબી નાઇટ રાઇડર્સની ટીમ

સુનીલ નારીન, આંદ્રે રસેલ, જોની બેરિસ્ટો, પોલ સ્ટર્લિંગ, લાહિરૂ કુમારા, ચૈરિથ અસલંકા, કોલિન ઇનગ્રામ, અકીલ હોસેન, સીકુગે પ્રસન્ના, રામપોલ, રેમન રીફર, કેનર લુઇસ, અલી ખાન, બ્રેન્ડન ગ્લોવર

નાઇટ રાઇડર્સના સીઇઓ વૈંકી મૈસૂરે કહ્યુ- સૌથી પહેલા આ જોવુ ઘણુ સારૂ છે કે અમારી વૈશ્વિક ઉપસ્થિતિ અમારી દ્રષ્ટિ અને રણનીતિના અનુરૂપ વધતી જઇ રહી છે. આઇપીએલમાં કેકેઆર, સીપીએલમાં ટીકેઆર અને હવે આઇએલટી-20માં એડીકેઆર. આ પણ ઘણુ સારૂ છે કે અમારી પાસે એડીકેઆરના ભાગના રૂપમાં સુનીલ નારીન અને આંદ્રે રસેલ છે. અમે વાસ્તવમાં ખુશ છીએ કે જોની બેરિસ્ટો નાઇટ રાઇડર્સ પરિવારમાં સામેલ થઇ ગયો છે અને આઇએલટી-20માં એડીકેઆરની યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમે ખુશ છીએ કે અકીલ હોસેન, રવિ રામપોલ, અલી ખાન,કોલિન ઇનગ્રામ અને સીકુગે પ્રસન્ના, જે પહેલા ટ્રિનબાગો નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યા છે તે પણ આ ટીમનો ભાગ બન્યા છે.

9 વિદેશી ખેલાડી એક ટીમમાં

લીગની ખાસ વાત આ છે કે એક ટીમમાં 11માંથી 9 વિદેશી ખેલાડીઓને રાખવાની પરવાનગી છે. ભારતીય લીગ એટલે કે આઇપીએલમાં આ સંખ્યા ચાર છે. કેટલીક લીગ્સમાં પાંચ ખેલાડીને રાખવાની પરવાનગી છે. દરેક ટીમ બે યૂએઇ ખેલાડીઓને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપશે.

IPLની અન્ય કેટલીક ફ્રેન્ચાઇઝીએ પણ યૂએઇ ટી-20 લીગ અને દક્ષિણ આફ્રિકા ટી-20 લીગમાં પોત પોતાની ટીમને ખરીદી છે. આઇપીએલ જેવી મજા જ હવે આ લીગમાં પણ જોવા મળશે.