સુરતના વરાછામાં દલાલને 7 લાખના હીરા મળ્યા, માલિકને શોધી પરત કર્યા માનવતા મહેકાવી.

સુરત(surat):અવાર નવાર ઘણા કિસ્સા સામે આવતા હોય છે,જે જાણીને એમ થાય છે,ક આવા સમયમાં પણ ઘણા લોકોમાં ખુબ જ માણસાઈ હોય છે.હીરા દલાલીનું કામ કરતાં મુકેશ રાબડિયાને 7 લાખની કિમતનું  હીરાનું પેકેટ ભરેલો પ્લાસ્ટિકનો ડબ્બો મળ્યો હતો. તેમણે વોટ્સએપના ગ્રુપમાં મેસેજ મુકી માલિક બાબુ ડોબરિયાને પર્સ પરત કર્યું હતું.

મુકેશ રાબડિયા મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદના વતની છે. અગાઉ ભાવનગરમાં રહીને કામ કરતા હતા.તેઓ સુરતમાં 4 વર્ષથી સુરતમાં હીરા દલાલી કરે છે.

દલાલો અને હીરા વેપારીઓની ગ્રુપમાં મેસેજ મુક્યો કે, મને હીરાની પેકેટનું પર્સ મળ્યું છે, જે વ્યક્તિનું હોય તે નિશાની આપીને લઈ જાય.મૂળ માલિકે નિશાની આપતા પરત કર્યું હતું.

7 લાખના હીરાનું પર્સ પરત કરતાં ડાયમંડ એસોસિએશને મુકેશભાઈનું સન્માન કર્યુ હતું.