રાજકોટમાં યુવાને ખોટું બોલી 7મા લગ્ન કર્યા, પત્ની બાળકને સ્તનપાન કરાવતી હોય તેનો વીડિયો બનાવીને હેરાન કરતો

રાજકોટ(Rajkot):અવાર નવાર લગ્ન જીવન ને લઈને અમુક કિસ્સા સામે આવતા હોય છે,રાજકોટ માં વધુ એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.યુવાનને છ પત્ની છોડીને ચાલી ગઈ, 7મી પત્નીને 181ની ટીમે ત્રાસમાંથી બચાવી.

જૂરી અર્થે રાજકોટમાં રહેવા આવેલા સંજય નામના પરપ્રાંતીય યુવાને 6 લગ્ન કર્યા હતા. છ પત્ની છોડીને ચાલી ગઈ હતી. સંજયે પોતાના છ લગ્ન થયા છે તે છુપાવીને રોમા નામની યુવતી સાથે 7મા લગ્ન કર્યા. રોમાના પ્રથમ લગ્ન હતા. તેના પતિ સંજયે અગાઉ 6 લગ્ન કર્યા છે.

તેનાથી તે અજાણ હતી,લગ્ન બાદ તેને જાણ થઈ હતી.પતિ ગેસ રિપેરિંગનું કામ કરતો હતો. પોતાના સંબંધીની મારફત બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

રોમાને 20 દિવસ પહેલાં જ ડિલિવરી આવી હતી. પત્ની નવજાત બાળકને સ્તનપાન કરાવતી હતી તો પતિ સંજય તેનો વીડિયો બનાવીને તેને હેરાન કરતો હતો.

પાડોશીએ 181ની ટીમને જાણ કરતા રોમાને 181ની ટીમે બચાવી હતી.મહિલાને તેમના પતિ હેરાન કરતા હોવાની જાણ અમને આડોશી-પાડોશીએ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતા રોમા સાથે વાતચીત કરી હતી.181ની ટીમે સંજય સાથે વાતચીત કરી ત્યારે તેને ઉડાઉ જવાબ આપ્યા હતા. હું કાંઈ આવું કરતો નથી. તેવા જવાબ આપીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

છેલ્લે આજી પોલીસ સ્ટેશનને જાણ કરી અને પીસીઆર બોલાવી હતી, પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.