અમદાવાદમાં વિધર્મીએ યુવતી સાથે છેડતી ને દુષ્કર્મ કરતા ટોળું ઉશ્કેરાયું, શ્રીરામના નારા સાથે નરાધમને ફટકાર્યો

અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીના સંપર્કમાં તાજીમ નામનો યુવક સ્કૂલ સમયથી પરિચયમાં હતો. સ્કૂલમાં ભણતાં હતાં, ત્યારે પણ તાજીમને આ મામલે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. એમ છતાં સુધરવાને બદલે તે સતત યુવતીની પાછળ જ રહેતો હતો.

તાજીમે યુવતી સાથે જબરદસ્તી શારીરિક સબંધ પણ બાંધ્યા હતા.  2 દિવસ અગાઉ તાજીમ યુવતીના ઘરે પહોંચી ગયો હતો, જ્યાં યુવતીને ધમકી આપતાં કહ્યું હતું કે તું મારા સિવાય અન્ય યુવકો સાથે વાત ન કરીશ. યુવતીએ આ અંગે તેનાં માતા-પિતા અને મામાને જાણ કરી હતી.

યુવતીનાં માતા-પિતાએ તાજીમને સમજાવા બોલાવ્યો હતો, જ્યાં તેને સમજાવા જતાં તે ઉગ્ર થયો હતો અને યુવતીના પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેથી મામલો બગડ્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થયા હતા. તાજીમ વિધર્મી હોવાની જાણ થતાં લોકોએ તેને જાહેરમાં મેથીપાક આપ્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં ઇસનપુર અને આસપાસના પોલીસ સ્ટેશનના સ્થળ પર પહોંચી હતી.