ગાંધીનગર શહેર ભાજપ સંગઠન મંત્રીના જુવાનજોધ પુત્રનું હાર્ટ એટેકથી મોત,પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

ગાંધીનગર(Gandhinagar):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક એટેકનો બનાવ સામે આવ્યો છે.ગાંધીનગર શહેર સંગઠનનાં મહિલા મંત્રીના જુવાનજોધ પુત્રનું હાર્ટ એટેકનાં કારણે અકાળે અવસાન થતાં ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ,ગાંધીનગર ભાજપ શહેર સંગઠન મંત્રી તરીકે સેવા આપતા રસીલાબેન વસાવાના 32 વર્ષીય પુત્ર રોનકનું ખુબ જ  નાની વયે હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે., સવારે નિત્યક્રમ મુજબ રોનક મોર્નિંગ વોક અને કસરત કરવા માટે નિકળ્યો હતો. આ દરમ્યાન રસીલાબેન અને તેમની દીકરી કામ અર્થે વતન જવા માટે રવાના થયા હતા અને ઘરે તેમના પતિ હાજર હતા. કસરત કરીને આવ્યાં પછી રોનક ઘરે ગયો હતો અને થોડીવારમાં જ અચાનક રૂમમાં ઢળી પડ્યો હતો.

આ જોઈ તેના પિતા એકદમ ગભરાઈ ગયા અને બુમાબુમ કરી  હતી., જેથી આસપાસના પડોશીઓ  દોડી આવ્યા હતા. બાદમાં રોનકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો,જ્યાં ટુકી સારવાર બાદ રોનાકનું મૃત્યુ થયું હતું.

રોનકનું આમ અચાનક મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,રોનકને એક પાચ વર્ષની દીકરી છે,રોનાકનું અકાળે મોત થતા દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.આ બનાવના પગલે ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.