સુરત(surat):બાગેશ્વરબાબા આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,સુરતમાં આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી,તો તેને લઈને ખુબ જ મોટા પાયે સુરતમાં તૈયારી ચાલુ થઇ ગઈ છે.આ મહિનાના અંતમાં તારીખ 26 અને 27મીએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છ.
હનુમાનના ભક્ત એવા શાસ્ત્રીજીને સુરતના લોકો તરફથી ચાંદીની ગદા ભેટ આપવામાં આવશે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. તેઓ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતની યાદગીરી માટે સુરતના ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક એવા સાબરમલ બુધિયા દ્વારા શાસ્ત્રીજી માટે એક ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે.
આ ગદા સુરતના જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગદાનું વજન 1161 ગ્રામ છે અને ગદાની અંદાજિત કિંમત સવા લાખ રૂપિયાની થાય છે. શહેરમાં પ્રથમ વખત આવી રહેલા શાસ્ત્રીજી સુરતને યાદ રાખે તે માટે સુરતના ઉદ્યોગપતિએ આ ગદા તૈયાર કરાવી છે.
આ ગદા 15 દિવસમાં તૈયાર કરી છે. આખી ગદા ઉપર હાથ કળાના નમુના પણ જોવા મળે છે. આ ગદા સુરતના લોકપ્રિય નેતા અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે આગામી 26, 27ના કાર્યક્રમમાં આપવામાં આવશે.