કીર્તિ પટેલનો વિડીયો થયો વાયરલ- 2500 રૂપિયામાં બે રાત મને દીવ લઇ ગયેલો,વીડિયો માં કહ્યું.

ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ખુબ જ ચર્ચામાં રહે છે,તેનું થોડા થોડા દિવસે કઈક ને કઈક હંગામો બહાર આવતો જ હોય છે.કોઈને કોઈ વિવાદને લઈને ચર્ચા માં રહે છે.કીર્તિ પટેલનો એક બીજો વિડીયો વાયરલ થયો છે.

ઘણાં સમયથી ઈન્સ્ટાગ્રામ પર બેફામ વાણી વિલાસ કરતાં વીડિયો અપલોડ કર્યા હતા. કીર્તિ પટેલ પોતાના સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવી પહોંચી હતી. કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કીર્તિ પટેલે જમનભાઈ ભાયાણી વિરૂધ્ધ મારી નાંખવાની ધમકી આપી હતી.

વીડિયોમાં કીર્તિ પટેલ બોલી રહી છે કે ‘જય માતાજી મિત્રો’ મારી શું મેટર ચાલુ છે એ તો હકીકતમાં કોઈને ખબર જ નથી. ભેસાણ ગામમાં એવી વાતો ચાલી રહી છે કે પટેલ સમાજ ની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી.

એટલે જમન ભાયાણીએ એને રોકી હતી અને તેથી કીર્તિ પટેલ ભેસાણ ગામના જમન ભાયાણી સાથે ઝઘડો કરવા પહોંચી હતી. વધુમાં કિર્તી પટેલ બોલે છે કે આ તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જો એને મને કહ્યું પણ હોત તો હું પટેલ સમાજ નો દીકરો સમજીને એની વાત માની પણ લેત.

વધુમાં કહ્યું કે જમન ભાયાણીએ એવું કીધું કે દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં બે રાત દીવ લઈ ગયો હતો. જમન ભાયાણીની આવી નીચ કક્ષાની વાતોના કારણે હું ભેસાણ ગામ પહોંચી હતી. વીડિયોમાં તમે સાંભળી શકો છો તે બીજું ઘણું બધું કહે છે.