સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી,પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો,સુસાઈડ નોટ વાંચીને ધ્રુજી જશો.

સુરત(surat):દિવસે ને દિવસે આપઘાતના કિસ્સા ખુબ જ વધતા જાય છે,સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીય લીધી હતી.

જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત નીપજ્યું છે. હાલ પુત્રએ પણ દમ તોડી દેતા એક જ પરિવારમાં ત્રણ સભ્યના મોત નીપજ્યા છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે.

આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે

સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી.

મોરડિયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેની સાર સંભાળ રાખજો.

એક સુસાઈડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આ આખરી રસ્તો નથી. હું સારો પિતાના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

પરિવારનો દરેક સભ્ય કંઈક ને કંઈક કામ કરતો હતો. જેમાં વિનુભાઈ રત્નકલાકાર હતા અને પત્ની તથા પુત્રી લેસ પટ્ટીનું કામ કરી રહ્યા હતા.