અમેરિકાથી ૫૦૦ ડોલર લઈને હંસાબેન માનતા પૂરી કરવા પહોચ્યા કબરાવ ધામ,બાપુએ કહ્યું…

માં મોગલના પરચા ખુબ જ છે, કચ્છમાં કબરાવ ખાતે માં મોગલ નું ધામ આવેલું છે ત્યાં લાખો ભાવિક ભક્તો તેમની શ્રદ્ધા પૂર્ણ કરવા મંદિરે આવે છે. મંદિરમાં આવનાર દરેક ભક્ત સોનું, ચાંદી અને લાખો રૂપિયા લઈને આવે છે પરંતુ આ મંદિર એક પણ રૂપિયો કે કંઈપણ સ્વીકારતું નથી.

જે પણ વ્યક્તિને માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માતા મોગલ એ ધન્ય કરી દીધું. તાજેતરમાં જ અમેરિકાથી જ્યોર્જથી હંસા બેન પટેલ આ મંદિરમાં $500ની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવ્યા હતા. અહીં US$ 500 એટલે રૂ.

40800 જ્યારે મહિલાએ આ પૈસા બાપુને આપ્યા હતા. ત્યારે બાપુએ પેલી સ્ત્રીને પૂછ્યું કે તમને ત્યાં કોઈ દીકરી છે? તો બહેન કહે મારે બે દીકરા છે.બાપુ કહે છે કે દેરીયા જેઠીયાની દિકરી છે તો દિકરી આપણી છે તેથી આ પૈસા તેને આપી દો. બાપુ 40 હજારના 51 રૂપિયા આપીને તમામ પૈસા પરત કરે છે.

મોગલ ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને જો કોઈ રૂપિયા લઈને આવે તો મણીધર બાપુ તેમાં અમુક રૂપિયા ઉમેરીને તેના ઘરની બહેન કે દીકરીને આપી દેવા જણાવે છે.