અમદાવાદ શહેરમાં આ વ્યક્તિના ઘરે મોગલ માતા છે હાજરાહજૂર, એક પણ રૂપિયો લેવામાં આવતો નથી

માં મોગલના પરચા અપરંપાર છે,માં મોગલ દુખીયાના દુખ દુર કરે છે,માં મોગલ પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી માં ભક્તોના કામ ક્યારેય અટકવા દેતી નથી.માં મોગલે ઘણા ભક્તોને પરચા આપ્યા છે.માં મોગલના ધામ ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે.

માતા મોગલ નો અમદાવાદમાં પણ એક મંદિર છે અને ખરેખર તે મોગલ માતા અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના ઘરમાં બિરાજમાન છે આ પરિવારની પુત્રી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી અને તે દિવસે જ માતા મોગલ તેમના સપનામાં આવ્યા પરંતુ દીકરી તેમને સમજી શકી ન હતી.

એક દિવસ જ્યારે માતાજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેમનું ચિત્ર બનાવવાની વાત કરી હતી અને બીજા દિવસે તે દીકરીએ માતાજી નું ચિત્ર બનાવ્યું ત્યારે તે માતા મોગલ નું નીકળ્યું આ માતા મોગલના આ પરચા પછી બ્રાહ્મણ પરિવાર એ માતા મોગલ ની પોતાના ઘરમાં જ સ્થાપના કરી હતી.

હજારોની સંખ્યામાં અહીં માના ભક્તો દર્શન કરવા માટે આવે છે, અમદાવાદમાં આવેલ આ માતા મોગલના મંદિરમાં એક પણ રૂપિયાની ભેટ લેવામાં આવતી નથી. અને કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવારમાં સાક્ષાત મોગલ માતા બિરાજમાન છે.