હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાતની ભૂમિ પ્રખ્યાત રહી છે. ગુજરાતી લોકો દેવી-દેવતાઓને માનનારા છે. કોઈપણ શુભ કાર્ય ની શરૂઆત પહેલા અહીંના લોકો માતાજીની પૂજા અર્ચના કરીને શુભ કાર્યનો પ્રારંભ કરતા હોય છે. આવી જ રીતે ગુજરાતના કચ્છના કાબરાઉમાં માં મોગલ નું પવિત્ર ધામ આવેલ છે.
લાખો લોકોની ભીડ અહીં કાયમ માટે રહેતી હોય છે. આજ સુધી હજારો પરચા પૂરીને મા મોગલ ને ભક્તોની મનોકામના પૂરી કરી છે. આજે અમે તમને કાબરાઉ માં આવેલા મા મોગલ ના ઘામની વિગતવાર વાત કરીશું. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે. માનેલી માનતા પૂરી કરવા માટે ભક્તો
અહીં આવીને મણીધર બાપુને પોતાની માનતા વિશે જણાવે છે અને બાપુ ભક્ત ને માતાએ માનતા સ્વીકારી હોવાનું જણાવે છે. ખાસ વાત તો એ છે કે અહીં ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે માતાને અર્પણ કરવા જે વસ્તુ કે પૈસા લાવે છે તે ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે પરત કરી દેવામાં આવે છે. અહીં રહેલ મણિધર બાપુ
ની વાત કરીએ તો મણીધર બાપુ ભક્તોને જણાવતા કહે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો મોગલ બધા કામ પૂરા કરે છે અને માનેલી માનતા પૂરી કરવા આવેલ ભક્તો પણ જણાવે છે કે માતા સો ટકા કામ પૂરા કરે છે અહીં આવતા ભક્તો માતાની આસ્થા માં જોડાઈ જાય છે અને માનેલી માનતા જરૂરથી પૂરી થાય છે
તેવું જણાવે છે મણિધર બાપુ પણ કહે છે કે ક્યારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં મોટાભાગના લોકો ભગવાનના નામે લોકો પાસે પૈસા લઈને ધંધો શરૂ કરે છે પરંતુ જે જગ્યાએ પૈસા ન લેવાતા હોય તે જગ્યાએ જ સાચા ભક્તો હોય છે ભગવાન આખી દુનિયાને આપે છે. ભગવાનને પૈસા નથી જોતા પરંતુ તેને
માતાજી મોગલતો 18 વરણની મા કહેવામાં આવે છે. માતાજી મોગલ પર જે વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તે વ્યક્તિના કામ આજે પણ માતાજી કરે છે અને માતાજી પોતાના ભગતને ક્યારેય દુઃખી જોવા માગતી નથી અને માતાજી મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખો પણ દૂર થાય છે
અને ત્યારે ગુજરાતની અંદર મોગલ માતાજીના અનેક મંદિરો આવેલા છે અને તમામ મંદિરોમાં લોકો સાચી શ્રદ્ધાથી દર્શન કરવા માટે જતા હોય છે.મિત્રો તમે પણ માતાજી મોગલ ના અનેક પરચાઓ વિશે સાંભળ્યું હશે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માતાજી મોગલ ના ધામ સુધી આવતા હોય છે
અને માતાજી મોગલ ના મંદિરે આવનાર તમામ લોકોને ધન્યતા નો અનુભવ પણ થતો હોય છે.મિત્રો આપણે પણ જાણીએ છીએ કે ભગવાન તો આપણને પૈસા આપે ભગવાન થોડો પૈસા નો ભૂખ્યો હોય પરંતુ ભગવાનને તો આપણો ભાવ શ્રદ્ધાને વિશ્વાસની જરૂર હોય છે ત્યારે કચ્છના કબરાઉ ખાતે મોગલ ધામ મંદિરે
માતાજીની સેવા કરનાર મણીધર બાપુનું કેવું છે કે માતાજી મોગલ ઉપર જો સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમારા તમામ કાર્યો પૂરા થાય છે અને માતાજી પર માત્ર વિશ્વાસ રાખવો જોઈએ અને ભાવ હોવો જોઈએ માતાજી ક્યારે પૈસાની ભૂકી હોતી નથી.મણીધર બાપુ અવારનવાર કહેતા હોય છે કે તમારે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ
મિત્રો કચ્છમાં કબરાઉ ખાતે મણીધર મોગલ ધામ આવેલું છે. અહીં લોકોની મનોકામના પૂરી થતાં હજારો લોકો માતાજીના દર્શને આવતા હોય છે અને ભક્તો પોતાની માનેલી માનતા પણ અહીં પૂરી કરતા હોય છે અને મિત્રો આપને જણાવ્યા કે માતાજી મોગલ નું માત્ર નામ લેવાથી દુઃખ અને ચિંતા દૂર થઈ જાય છે.
આપને જણાવીએ કે કબરાઉ માં મોગલ ધામ માતાજી મોગલ ની પૂજા અને સેવા કરવા માટે મણીધર બાપુ બિરાજમાન છે. મણીધર બાપુ ના આશીર્વાદ લેવા માટે મોટી મોટી સંખ્યામાં લોકો આવે છે અને માતાજી મોગલ ની સેવામાં લીન રહેતા મણીધર બાપુને લોકો હજારો રૂપિયા આપે છે પરંતુ બાપુ એક રૂપિયો પણ સ્વીકારતા નથી
અને ઉપરથી ભક્તોએ આપેલા રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેમને પરત આપે છે.મણીધર બાપુ હંમેશા કહેતા હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિગત પણ રૂપિયા સ્વીકારવામાં આવશે મારા તરફથી ત્યારે મારા જીવનનો અંત આવશે. મણીધર બાપુ ના કપડાથી લઈને તમામ વસ્તુઓ તેઓ કોઇની પાસેથી માંગતા નથી
ત્યારે બાપુને અત્યારે પોતાના ભક્તોએ ઘર બનાવ્યું આપ્યું છે કારણ કે બાપુ પાસે પોતાનું ઘર ન હતું.મણીધર બાપુની સેવા અને ભક્તિ જોઈને કેટલાક ભક્તોએ નક્કી કર્યું કે આપણે બાપુને ઘર બનાવી આપે અને ત્યાર પછી કબરાવમાં રહેતા લોકો ફાળો ઉઘરાવીને મણીધર બાપુ માટે ઘર બનાવી આપ્યું હતું.
મિત્રો બાપુ નું ઘર તૈયાર થઈ જતા ઘરમાં પૂજા કરવામાં આવી હતી ત્યારે આખું ગામ એકત્ર થયું હતું અને ત્યારબાદ ભક્તોએ મણીધર બાપુને ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને ત્યારે મણીધર બાપુ એ ખુશ થઈને ઘરમાં પગ મુક્યો ત્યારે ભક્તો રડવા લાગ્યા હતા અને મણીધર બાપુએ નવા ઘરમાં માતાજી મોગલ ની સ્થાપના પણ કરી હતી.
અને બાપુ તો એમ કહે છે કે માતાજી પર માત્ર વિશ્વાસ રાખો. બાપુ કહે છે કે મને એક રૂપિયો લવ તો પણ માતાજી મને સજા આપે અને હું પણ તમારા પૈસા લેવા વાળો તમે તમારી બેન દીકરીને રાજી કરો એટલે માતાજી મોગલ ખૂબ રાજી છે.