સુરત(surat):શહેરમાં અવારનવાર એવા કિસ્સા સામે આવે છે જે જાણીને મગજ નો પારો ઉપર ચડી જતો હોય છે.સુરત માં આવો જ એક સનસનાટી ભર્યો કીસ્સો સામે આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળાનું અપહરણ કરી દુષ્કર્મમાં કર્યાના ગુનામાં પતિ જેલમાં ધકેલાયા હોવાની દાજ રાખી પત્નીએ માતા અને બહેન સાથે મળી સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પરિચિત મહિલાનાં ઘરે લઈ જઈ સગીરાના ગુપ્તાંગમાં મરચાવાળું પાણી નાંખ્યા બાદ ઉપરાંત બન્નેજાંગના ભાગે ડામ આપી બાળાને રસ્તે છોડી મૂકી હતી.
સરથાણાના પોલીસે અગાઉ બે મહિલાને ઝડપી પાડી હતી, બાદ ફરાર થઈ ગયેલી અન્ય બે યુવતીઓને સુરત પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળા જેનું તારીખ 8 -4- 2023ના રોજ અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે, આ ગુનામાં સરથાણા પોલીસે ઉમેશ વશરામભાઈ ઉગરેજીયા ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યું હતું.
ઉમેશની પત્ની સંગીતા એની માતા મધુબેન અને બેન મનીષાએ રિક્ષાને આંતરી સગીરાની માતાને રિક્ષામાંથી ઉતરીને બાળાનું અપહરણ કરી લસકાના ખાતે રહેતી કિરણ ઉર્ફે ટીના નામની યુવતીના ઘરે આ બાળાને લઈ જવામાં આવી હતી.
પોતાના પતિને આ બાળાને લઈને જેલ થઈ છે તેની અદાવત રાખી આ બાળાના ગુપ્તાંગમાં મરચા વાળું પાણી નાખવા ઉપરાંત બંને જાંગના ભાગે ગરમ સાણસી વડે ડામ મૂકી આ બાળક સાથે અમાનુષી ત્રાસ આપી તેને રોડ વચ્ચે છોડી મૂકી હતી.
પુત્રીની શોધખોળ કરી રહેલી માતાને બાળા મળી આવતા આ બાળા લઈ સરથાણા પોલીસ મથકે પહોંચી હતી અને બાળા સાથે બનેલી ઘટનાને લઈને માતાએ સરથાણા પોલીસમાં સંગીતા મનીષા મધુબેન કિરણ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.
પકડાયેલી બંનેવ મહિલા બાળા ઉપર બળાત્કાર કરનાર ઉમેશની પત્ની સંગીતા અને સંગીતાની બેન મનીષા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.