ભાવનગરથી 75 કિલોમીટર દૂર આવેલુ અને તળાજાથી 17 કિલોમીટર દૂર આવેલુ નાનકડું ગામ ભગુડા, કે જ્યાં આજથી 450 વર્ષ પહેલા આહીરાણીની ગાડે આવેલા મા મોગલ એ વસવાટ કર્યો હતો. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા ભગુ નામના ઋષિ જાપ કરતા હતા. આ ભગુ ઋષિના નામ પરથી ભગુડા ગામ નામ રાખવામાં આવ્યું.ત્યારબાદ આહીરાણીના ગાડે આવેલા મોગલ માંનું ધામ બન્યું.
ભગુડા મોગલ માં જે ઘરમાં કે પરિવારમાં પૂજાય છે એ પરિવારની એક લોકવાયકા સાંભળવા મળે છે. આમ તો આ લોકવાઇકાના સાક્ષી વડીલો પણ હજુ ભગુડા ગામમાં જીવે છે.
ભગુડામાં બાળકના પારણાને હિંચકો નાખી આહીરાણી વાડીએભાથું દેવા જાય છે અને એ આહીરાણી વાડીએથી પરત ઘરે ફરે છે ત્યાંસુધીપારણાનો હિચકો જુલતો જ રહે છે.
ઘણી વખત તો ગામના જીવિત વડીલો એ પારણામાં બાળકની સાથે નાગણી સ્વરૂપે પણ રમતા મા મોગલ ને જોયા છે એવી વાતો સાંભળવા મળે છે.
નળ અને દમયંતીની સ્થાપના વાળું નળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં ઝાંખી હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં લોકમાન્યતા છે કે જો ગામના વ્યક્તિને વીંછી કરડે તો ઝાંખી હનુમાનજી દાદાનું નામ લેવાથી વીંછીનું ઝેર ચડતું નથી.
ગામમાં આવેલુ ભાટીયું તળાવ કે જેની લોકમાન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલરીયા થાય તો આ તળાવના પાણીનો એક લોટો પીવે તો મેલેરીયા જડ મૂળમાંથી નાબૂદ થાય છે.
દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.લોક માન્યતા છે કે જે પરિવારમાં પારણું બંધાતું ન હોય તેવા દંપતીને મોટી ઉંમરે પણ મોગલ માએ બાળકો આપ્યા છે.