સુરતમાં બારી પાસે બાળકી રમતી હતી ત્યારે બની એવી ઘટના જેને જોઇને હદય થંભી જશે ..માતાપિતા માટે લાલબતી સમાન કિસ્સો .

સુરત (Surat ): સુરતમાં વાલીઓ માટે લાલબત્તી  સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ ,મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ કોસાડ આવાસ ખાતે રહેતા મનોજ કુમાર જૈના છુટક મજૂરી કરી પત્ની અને 5 વર્ષીય બાળકીનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 5 વર્ષની દિકરી એસ્પીતા હતી.

21 જુલાઈની રાત્રે મનોજકુમાર જૈના શાકભાજી લેવા નીચે ગયા હતા અને માતા રસોઈ બનાવતી હતી. તે સમયે દિકરી ઘરની બારી નજીક મોબાઈલ લઈને રમતી હતી. આ દરમિયાન કપડાં સુકાવવાની દોરી ઉપર ગમોછો સુકાવા મૂક્યો હતો. પગ લપસતાં ગમછો ગળાના ભાગે વીંટળાઈ જતાં ટૂંકપો લાગી ગયો હતો.

બુમ પાડતા એસ્પીતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી.​​​​​​​ એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા તેણીને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.દોરી ઉપર સુકાઈ રહેલા ગમછાનો મોબાઈલ સાથે રમતી બાળકીને કેવી રીતે ટૂંપો લાગ્યો તે વાત ગળે ઉતરતી નથી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.