કોટક મહિન્દ્રા બેંકના ચીફ બ્રાંચ મેનેજરનો આપઘાતમાં ખુલ્યા અનેક રાઝ

વલસાડનમાં બેંકના મેનેજરે બે દિવસ અગાઉ કરેલા આપઘાતમાં આવ્યો નવો વળાંક. આ મામલામાં મૃતક બેંક મેનેજર કવલજીત સિંઘે આપઘાત કરતા પહેલા રેકોર્ડ કરેલો એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં મૃતક બેંક મેનેજર કવલજીત સિંઘે પોતાના મોત માટે પોતાની પત્નીને જવાબદાર ઠેરવી છે. કવલજીત સિંગે બે દિવસ અગાઉ જ વલસાડના જુજવામાં તેના બંગલામાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોટક મહેન્દ્ર બેંકમાં નોકરી કરતા ચીફ બ્રાંચ મેનેજરે ગુરુવારે આપઘાત કર્યો હતો. કવલજીત સિંહ ઉર્ફે સનીએ પોતાના બંગલાના બેડરૂમમાં જ બપોર પછી પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વલસાડની કોટક મહિન્દ્રા બેંકના ચીફ બ્રાંચ મેનેજરના આપઘાત કેસમાં વીડિયો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા બેંક મેનેજરે પોતાના બંગલામાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે બેંક મેનેજર કવલજીત સિંહનો આત્મહત્યા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે પત્નીના આડાસંબંધોને કારણે આત્મહત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી કરતા ચીફ બ્રાંચ મેનેજરે ગુરુવારે આપઘાત કર્યો હતો. કવલજીત સિંહ ઉર્ફે સનીએ પોતાના બંગલાના બેડરૂમમાં જ બપોર પછી પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. લગ્નેત્તર સંબંધમાં છેલ્લા ત્રણ માસથી ચાલતા કલેહને લઇને ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યુ હોવાની તે સમયે આશંકા હતી. જો કે આજે સામે આવેલા વીડયોમાં બેંક મેનેજરે પત્નીના આડાસંબંધોને લઇને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આ વીડિયોમાં તેણે પોતાના બે બાળકોના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કવલજીતના આપઘાત કરતા પહેલા રેકોર્ડ કરેલા વીડિયોને લઈ મૃતકના પરિવારજનોએ પોલીસમાં રજૂઆત કરી હતી. આથી વલસાડ પોલીસે આ વીડિયોને આધારે હવે ઊંડાણપૂર્વક તપાસ સરું કરી છે.

આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે મૃતકના ભાઇ અમરજિતસિંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વલસાડ નજીકના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં બ્લોક નં.799માં રહેતા અમરજીસિગ રાજવીરસિંગ ઉ.32 અને મોટાભાઇ કવલજિતસિંગ ઉર્ફે સની પોતાના પરિવારના સભ્યો પત્ની અને સંતાનો સાથે રહે છે.

આપઘાતની જાણ પોલીસે ત્યાં આવી પહોંચી મૃતકને પોલીસ અને ઘરના સભ્યોની હાજરીમાં પંખા ઉપરથી નીચે ઉતાર્યો હતો. બાદમાં મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદમાં પણ મૃતકની પત્નીના અન્ય યુવક સાથે લગ્નેત્તર સંબંધ હોવાથી માનસિક તાણમાં આવીને આ પગલું ભર્યાનું જણાવવામાં આવ્યુ હતુ. ફરિયાદી એટલે કે મૃતકના ભાઇ અમરજિતના જણાવ્યા મુજબ ભાઇ કંવલજિતસિંગની પત્ની છેલ્લા 3 માસથી તેના પતિ સાથે રહેતી ન હતી. તેનો બીજા કોઇ માણસ સાથે લગ્નેત્તર સંબંધ હતો. જેથી ભાઇ કવલજિતસિંગે ફાંસો ખાધો છે તેવુ અકસ્માત મોતની નોંધમાં જણાવ્યું હતું.