દૂધીએ ખેડૂતને બનાવ્યો રાતોરાત સમૃદ્ધ, લોકો ખેતરમાંથી જ કરી રહ્યા છે ખરીદી.

ખેડૂત એ જગતના તાત કહેવાય છે,તે પરસેવાની મહેનતથી કમાણી કરે છે,ક્યારેક તેની મહેનત રંગ લાવે છે,એવો જ એક કિસ્સો સામે આવ્યો છે,ચંપારણ જિલ્લાના પિપરા કોઠી બ્લોકના સૂર્યપુર પંચાયતના નિવાસી નિવૃત્ત સૈનિક રાજેશ કુમાર અડધા વિઘા જમીનમાં દૂધીની ખેતી કરે છે.

તેમણે કહ્યું કે, દરરોજ તેની જગ્યાએથી 400 થી 500 નંગ દૂધી નીકળે છે. ગોપાલગંજ અને સિવાનના વેપારીઓ ખેતરમાં જ વાજબી કિંમત ચૂકવીને દૂધીની ઉપજ ખરીદે છે.બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં દૂધીનું બમ્પર ઉત્પાદન થઈ રહ્યું છે. તેના ઉત્પાદકોમાંથી વધુ પ્રમાણમાં દૂધીની ખેતી કરીને ચર્ચા જગાવી છે.