અમદાવાદ (Amdavad ):અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે. મળતી જાણકારી મુજબ ,એક 29 વર્ષીય મહિલા ગર્ભવતી હતાં અને તેઓ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થયાં હતાં. તેઓની આ ત્રીજી ડિલિવરી હતી, રાત્રે તેઓની ડિલિવરી કરવામાં આવી હતી.
જ્યારે બાળક બહાર આવ્યું ત્યારે તેના ધબકારા તપાસ્યા હતા. પરંતુ ધબકારા ચાલતા નહોતા. એટલે કે બાળક મૃત્યુ પામેલું જન્મ્યું હતું. જ્યારે મહિલાને ખેંચ આવતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી ત્યારે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.રાત્રે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડોક્ટર હાજર હોવા જોઈએ.
પરંતુ મહિલાની ડિલિવરી દરમિયાન કોઈ પણ ડોક્ટર હાજર નહોતા. માત્ર નર્સ અને ડિલિવરી કરાવવા માટે નર્સ પ્રેક્ટિસનર મિડવાઇફ જ હાજર હતાં. ડોક્ટર ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ નર્સ પ્રેક્ટિસનલ મિડવાઇફ હોય છે તે ડિલિવરી કરાવવા માટે જ હોય છે અને જો કોઈ નોર્મલ ડિલિવરી હોય તો તેઓ કરાવી શકે છે.
આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે