વરસાદી ઋતુમાં ફંગલ ઇન્ફેક્શનથી છૂટકારો મેળવવા દહીંમાં આ એક વસ્તુ કરો મિક્સ

વરસાદી વાતાવરણમાં સંક્રમણ થવાનો ખતરો સૌથી વધારે વધી જાય છે. આ ઋતુમાં બેક્ટેરિયાની તાકાત ખૂબ જ વધી જાય છે જેના કારણે લોકો અનેક પ્રકારના ઇન્ફેક્શનની ઝપેટમાં આવતા હોય છે. આ સિઝનમાં ફંગલ ઇન્ફેક્શન થવું એ એક સામાન્ય બાબત છે. જે લોકોને વધારે પરસેવો થાય છે એ લોકોને આ સમસ્યા વધુ રહે છે. જો કે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાને ત્યાંની ત્યાં રોકવી ખૂબ જરૂરી છે. જો તમે આ બાબત પર પૂરતું ધ્યાન આપતા નથી તો તમને અનેક બીજી સમસ્યાઓ પણ થઇ શકે છે. તો જાણો આમાંથી કેવી રીતે મેળવશો છૂટકારો.

દહીં લગાવો

શરીરના જે ભાગમાં તમને ઇન્ફેક્શન થયુ છે ત્યાં તમે દહીં લગાવો. દહીં તમારે હાથની મદદથી લગાવવાનું નથી. આ દહીં લગાવવા માટે તમારે કોટન લેવાનું છે અને પછી એની મદદથી લગાવવાનું છે. આ કોટનમાં દહીં લગાવીને તમે એ જગ્યા પર 5 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો અને પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.

દહીંને તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો

તમને એકલું દહીં લગાવવું નથી ગમતુ તો તમે દહીંને તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. આ માટે તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરો. આ પ્રોસેસ કરવા માટે તમારે ટી ટ્રી ઓઇલના બેથી ત્રણ ટીપાં લેવાના છે અને પછી એમાં દહીં બરાબર મિક્સ કરી લેવાનું છે. તમને જણાવી દઇએ કે ટી ટ્રી ઓઇલમાં એન્ટી સેપ્ટીક ગુણ હોય  છે જે ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. આ ઓઇલ એન્ટી ફંગલ હોય છે આ માટે દહીંમાં મિક્સ કરીને લગાવવાથી ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ માટે તમે આખી રાત આ પેસ્ટને તમને જ્યાં ફંગલ ઇન્ફેક્શન થયુ છે ત્યાં લગાવીને રાખો અને પછી સવારમાં સ્નાન કરતી વખતે એ ભાગને ચોખ્ખા પાણીથી ધોઇ લો. તમને જ્યાં ઇન્ફેક્શન થયુ છે ત્યાં તમારે સાબુ લગાવવાનો નથી. જો તમે આ ઉપાય સતત 15 દિવસ સુધી કરશો તો તમને રાહત થઇ જશે.