ભરૂચ (Bharuch ):ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ છે. આ ગેસ બ્રોમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે.. ઘટના બાબતે ફાયર બ્રિગેડને કોલ આપવામાં આવતા ઇમર્જન્સી સર્વિસીસની ટુકડીઓએ ઘટનાસ્થળ પહોંચી સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યાઓ આ ગેસથી થાય છે. હવા કરતાં ભારે હોવાના કારણે તેનું જોખમ પણ વધુ રહે છે. આજે PI ઈન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટનામાં 15થી વધુ લોકોને ગેસની અસરનાં લક્ષણનો સામનો કરવો પડ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર સારવાર હેઠળના વ્યક્તિઓમાં કોઈની હાલત ગંભીર નથી. મામલાની પોલીસ અને એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
બ્રોમિન પૃથ્વીના પોપડા કરતાં દરિયાના પાણીમાં વધુ માત્રામાં જોવા મળે છે.. જ્યારે તે ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે બ્રોમિન ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને જ્યારે તે તેની વરાળના સંપર્કમાં આવે છે ત્યારે તે આંખો, નાક અને ગળામાં ગંભીર દાઝાડી શકે છે. તે દરિયાના પાણીમાંથી કાઢવામાં આવેલ પ્રથમ તત્ત્વ હતું.
કંપની સત્તાધીશ સહિત ઇમર્જન્સી સર્વિસીસનાં સૂત્રોએ આ 15થી વધુ લોકોને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા.