વરસાદમાં રોડ તૂટતા અમદાવાદ બન્યું ખાડાબાદ, 8000થી વધુ રોડ તૂટ્યા

શનિવાર સાંજે ફરી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વરસાદની વચ્ચે પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારના વિવિધ સાત ઝોનમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. અમદાવાદ ખાડાબાદ બની ગયું છે. 8000થી વધુ ખાડાઓ અમદાવાદમાં પડી ચૂક્યા છે. જેમાં નવા બનેલા રોડની પણ પોલ ખૂલી રહી છે. કેમ કે, આ રોડ પણ તૂટી રહ્યા છે. પૂર્વ કરતા પશ્ચિમ વિસ્તારના દક્ષિણ ઝોનમાં ખાડાઓ વધુ જોવા મળી રહ્યા છે.
નવા બનેલા રોડ રસ્તાઓ તૂટવાની આ વર્ષો જૂની સમસ્યા છે. જેને ઉકેલવામાં પણ વાર લાગી રહી છે. આ વખતે હજૂ સુધી આ સરખો પડેલો માંડ ત્રીજી વખતનો વરસાદ છે જેમાં આ હાલત જોવા મળી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદે ખાડાબાદની ઓખળ જાણે જાળવી જ રાખી હોય તેમ ખાડાઓ જોવા મળી રહ્યા છે. વાહનો લઈને પસાર થતા લોકોની કમર દૂખી જાય તેટલા ખાડાઓ બાપુનગર, મેનગર, નવરંગપુરા, ઓઢવ, બોપલ સહીતના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ખાડાઓ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ભૂવાઓ પણ મોટી સંખ્યામાં પડી રહ્યા છે. અમદાવાદમાં 50થી વધુ ભૂવાઓ પડી ગયા છે. રસ્તા પર એવા ખાડા પડી ગયા છે કે હવે લોકોની શારીરિક તકલીફો જેમાં કમર અને મણકા દુખાવાની વધી રહ્યા છે. આ તકલીકોનું મુખ્ય કારણ અમદાવાદના બનેલા રોડ જ છે.