આજ કાલ આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક દર્દનાક આપઘાતની ઘટના સામે આવી છે,32 વર્ષની યોગીતા નામની મહિલા માનસિક રીતે બીમાર હતી. છેલ્લા દસ વર્ષથી યોગીતાની સારવાર ચાલી રહી હતી. યોગીતાને સંતાનમાં બે બાળકો છે. જેમાં એક 11 વર્ષનો દીકરો છે અને એક 10 વર્ષની દીકરી છે.
યોગીતા અમુક વખતે સારી થઈ જતી હતી અથવા તો અમુક વખત તે માનસિક રીતે સંતુલન ગુમાવી બેસતી હતી,યોગીતા ને એવું લાગતું હતું કે તેનું સ્વાસ્થ્ય ક્યારેય સારું નહીં થાય.
ગઈકાલે લગભગ 9.45 વાગ્યાની આસપાસ મહિલાનો પતિ મજૂરી કરવા માટે ઘરની બહાર ગયો હતો. ત્યારે યોગીતા એ પોતાના દીકરાને કહ્યું હતું કે, તે બહેનને લઈને પાર્કમાં જઇ રહી છે. પછી યોગીતા 10:00 વાગ્યાની આસપાસ પોતાની 10 વર્ષની દીકરી સાથે ઘરની બહાર આવતી રહી હતી.
ઘણું મોડું થઇ ગયું હોવા છતાં ગયા છતાં પણ યોગીતા પોતાની દીકરી સાથે ઘરે પાછી ત્યાર પછી સંબંધીઓએ યોગીતાના પતિને ફોન કરીને જણાવ્યું હતું કે યોગીતા ઘરે નથી., તે ગાર્ડનમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી, હજુ ઘરે પાછી આવી નથી., યોગીતાનો પતિ તાત્કાલિક ઘરે આવ્યો હતો અને પછી પોતાની પત્ની અને દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. થોડી જ વારમાં પડોશીનો ફોન આવ્યો કે ગંગા કેનાલમાં બે મૃતદેહ પડેલા જોયા છે.
પરિવારના સભ્યો તાત્કાલિક ગંગા કેનાલ પાસે પહોંચ્યા હતા.ત્યાં જઈને જોયું તો યોગિતા અને નાની માંસુમનો જ મૃતદેહ હતો,તાત્કલિક પોલીસને જાણ કરી પીએમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો,યોગિતાને સંતાનમાં હજુ એક દીકરો પણ છે,માતાનું આવું પગલું ભરવાથી દીકરાએ માતાની છ્ત્રછ્યા ગુમાવી છે.