વડોદરામાં સગીરાને લગ્નની લાલચે ભગાડી ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે એવી સજા ફટકારી કે કોઈ આવું કૃત્ય કરતા પેલા સો વાર વિચારશે.

0
1

વડોદરા:નાની વયે છોકરીઓ આવી ભૂલ કરી બેસતી હોય છે જેની સજા એને આખી ઝીંદગી ભોગવવી પડતી હોય છે.આવી જ એક ઘટના વડોદરા માં સામે આવી છે.ગરબા ઇવેન્ટમાં કામ કરતી સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવા અંગેનો કેસ અદાલતમાં ચાલી  રહ્યો હતો , અદાલતે ફરિયાદ પક્ષની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી આરોપીને દુષ્કર્મના ગુનામાં દસ વર્ષની સાદી કેદ તથા 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે પીડિતાને સારવાર ખર્ચ પેટે રૂ.20 હજાર ચૂકવવા જણાવ્યું છે.

વર્ષ 2016 દરમિયાન ફરિયાદીની ભોગ બનનાર દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં તેને લગ્નની લાલચે ભગાવી કલાલી વિસ્તારની બાપુનગર સોસાયટી તથા પાવાગઢ હાથણી માતાના ધોધ પાસેની અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારવા મામલે ફતેગંજ પોલીસ મથકે અપહરણ, બળાત્કાર તથા પોક્સો એકટ મુજબ ગુનો નોંધાયો હતો.

સગીરા ગરબા ઇવેન્ટમાં એન્ટ્રીનું કામ કરતી હતી. આરોપી પ્રજ્ઞેશ નજીકમાં રહેતો હોવાથી પરિચિત હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એપીપી અતુલ વ્યાસ અને બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી જે.બી.ઠક્કરએ દલીલો કરી હતી.

See also  બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા લોકો અંગે રાજભાએ આપી ખુબ જ સરસ સલાહ,જુઓ.

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ  છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સલીમ બી.મન્સૂરીએ નોંધ્યું હતું કે, આરોપીએ વર્ષ 2016 દરમિયાન સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતા તેને ચાર માસનો ગર્ભ રહ્યો હોવાનું પુરવાર થયું છે.