સીઆરપીએફ જવાને તેની પત્નીને એટલો ઢોરમાર માર્યો કે પત્ની પતિથી કંટાળીને આપઘાત કરી લીધો,જોઇને દંગ રહી જશો.

ગાંધીનગર: ગુજરાત માં અવારનવાર આપઘાત નાં કેસ વધતા જાય છે,મહિલા આપઘાતના કેસ આજકાલ ખુબ જ વધી રહ્યા છે. શહેર નજીક આવેલા પેથાપુરમાં સિદ્ધેશ્વરી હાઈટ્સ વસાહતમાં રહેતી ૩૯ વર્ષીય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 અમદાવાદના સાબરમતી ખાતે ડી કેબીન પુરુષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતા અને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયેલા અમરસિંહ ઉદેસિંહ ચાવડાની પુત્રી વનીતાબાના લગ્ન ૧૫ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વલસાણા ગામના વતની અને હાલ પેથાપુર સિધ્ધેશ્વરી હાઇટ ફ્લેટ નંબર સી ૩૦૪ માં રહેતા અને સીઆરપીએફમાં જવાન તરીકે ફરજ બજાવતા શૂરવીરસિંહ ગેમરસિંહ રાઠોડ સાથે થયા હતા.

આ લગ્નજીવનથી વનિતાબાએ બે પુત્રોને પણ જન્મ આપ્યો હતો.ગત તા. ૫ મી મેનાં રોજ સાંજના સમયે વનિતાએ ફોન કરીને તેની માતા ઇન્દુબાને અહીંથી લઈ જવા કહીને ફોન કટ કરી દીધો હતો. આથી વૃદ્ધ ઇન્દુબાએ સામેથી ફોન કર્યો હતો પરંતુ દીકરી કે જમાઈ શૂરવીરસિંહે ફોન ઉપાડયો ન હતો એટલે પતિ પત્ની દીકરા ઈન્દ્રજીત સહિતના કુટુંબીજનો પેથાપુર આવવા રવાના થયા હતા. આ દરમિયાન જમાઈએ ફોન કરીને કહ્યું હતું કે વનિતાએ આપઘાત કરી લીધો છે.

See also  સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ? વિદેશોથી આવતા ઓર્ડર ઓછા થયા,ડાયમંડ સિટીની ચમક ઝાંખી થઈ...

 એ દરમિયાન ઇન્દુબાએ પૌત્રને પૂછતાં છ વર્ષના લેખરાજસિંહે રડતાં રડતાં કહ્યું હતું કે,આજે પપ્પાએ મમ્મીને વાળ પકડીને માર માર્યો હતો. આ મામલે ઇન્દુબાએ પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જમાઇ શૂરવીરસિંહ જ્યારે પણ નોકરી ઉપરથી ૨જા ઉપર ઘરે આવતો હતો ત્યારે વનિતા સાથે મારઝુડ કરી શંકા કુશંકાઓ કરતો હતો અને નાની બાબતે ઝગડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને બનાવના દિવસે પણ જમાઈએ ત્રાસ આપતાં દીકરી વનિતાએ આપઘાત કરી લીધો હતો. જેનાં પગલે પેથાપુર પોલીસે સીઆરપીએફનાં જવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.