બોટાદ (Botad ): સાળંગપુર મંદિરના વિવાદ મુદ્દે સનાતન ઘર્મના સાધુ સંતોની બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની મહત્વની બેઠક યોજી હતી.સાળંગપુર મંદિરમાં વકરેલો વિવાદ ઠારવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી.
આ બેઠકમાં આચાર્ય પક્ષના ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પણ પહોંચ્યા છે. સાળંગપુર આ બેઠકમાં ભાગ લેવા માટે RSSના આગેવાનો પણ પહોંચ્યા હતા. RSSના કાર્યકારી સદસ્ય રામ માધવ પણ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા અને હાલ તેઓ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે.
રવિવારની રજા હોવા છતાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. તો આ મુદ્દે ઈન્દ્રભારતીબાપુએ કહ્યું કે, આ સનાતનનો વિજય થયો છે.બેઠકમાં કેટલા સંતો હાજર હતા, સમીતીમાં કેટલા સંતોને સભ્યો બનાવાયા છે, કેટલા દિવસમાં ઉકેલ આવશે તેવા કોઈ જવાબો આપ્યા નથી. ફક્ત નક્કી કરાયા મુજબ લખેલી સ્ક્રીપ્ટ વાંચીને સ્વામી રવાના થયા હતા. એટલે હજું આ વિવાદનો કોઈ અંત આવ્યો તેવું કહિ ન શકાય.
વડતાલના મહંત, ધોલેરાના મહંત, ભુજ, અમદાવાદ, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડના ચેરમેન હરીજીવન સ્વામી, ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન અને આચાર્ય પક્ષના એસપી સ્વામી, માધવ સ્વામી, સહિતના સંતો હાજરીમાં બેઠક મળી.BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત RSSના આગેવાનો પણ બેઠકમાં પહોંચ્યા હતા.