ઇસ્કોન બ્રીજ અકસ્માતની રાત્રે પ્રજ્ઞેશ કાકા આર્યનના ઘરે શું પટ્ટી પઢાવવા ગયેલા?પ્રજ્ઞેશ કાકાની જાણીને ચોકી જશો.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા છે,9 લોકોને કચડનાર તથ્ય પટેલ સાથે જેગુઆરમાં તે દિવસે 5 બીજા ફ્રેન્ડ સાથે હતા,તે બધા આર્યનના ઘરે જતા રહ્યા હતા.

આર્યનના ઘરે હાજર હતા તે દરમિયાન પ્રજ્ઞેશ કાકા આર્યનના ઘરે આવ્યા હતા. અને બધાંને કહ્યું હતું કે ‘તથ્ય સાથે જે તેના ફ્રેન્ડ હતા તે બધાં પોતાનાં માતા-પિતાને આ અકસ્માત બાબતે જાણ કરી દો, તથ્યને મેં ઇસ્કોન બ્રિજ ઉપર ટોળામાંથી લઈ જઈ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

તેવી વાત કરીને તે નીકળી ગયા હતા. તથ્યને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાથી હું અને બીજા મિત્રો તથ્યને મળવા સિમ્સ હોસ્પિટલ ગયા હતા, પણ તેની સારવાર ચાલુ હોવાથી અમે તથ્યને મળી શક્યા નહોતા.

થોડીવારમાં ધ્વનિના મિત્રો મન અને ભક્તિ પણ ત્યાં આવી ગયાં હતાં. તેમજ  શ્રેયા,ધ્વનિ, મન અને ભક્તિની આર્યન બધાં હતાં અને સવાર સુધી અમે ત્યાં રોકાયાં હતાં’.