સુરત(surat):સુરત શહેરમાં આજ કાલ મોતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,ગતરોજ રવિવારની રજા અને ફ્રેન્ડશિપ ડેના દિવસે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો ફરવા માટે ડુમસ બીચ ગયા હતા. ડુમસ દરિયામાં ગણેશ મંદિર પાછળ નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોર લાપતા થયો છે,હજુ સુધી શોધ ખોળ ચાલુ જ છે,કોઈ પત્તો લાગ્યો નથી.
સુરતના ભાઠેના વિસ્તારના ખોડીયાર નગર ના પુષ્પા નગરમાં રહેતા પાંચ મિત્રો રવિવારની રજા હોવાને કારણે ફરવા માટે સાંજે ડુમ્મસ દરિયા કિનારે ગયા હતા. બીચ ઉપર દરિયા ગણેશ મંદિરની પાછળ પાંચ મિત્રો પૈકી 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા.
આ સમયે દરિયામાં ભરતીના પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવા લાગ્યો હતો. જ્યારે સત્યમ પાણીમાંથી બહાર આવી ગયો હતો. ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દરીયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી. આ જોઈને બહાર બેઠેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી.
આ દરમિયાન સત્યમ ચૌહાણ તરત જ દોડીને બહાર આવી ગયો હતો, જો કે, પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો. જોતજોતામાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.
ફાયર સ્ટેશનના જવાનોએ લગભગ દોઢ કિલોમીટર અંદર સુધી તેની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો.,હાલ હજુ પણ શોધ ખોલ ચાલુ જ છે,હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.