વડોદરાની પરણીત મહિલાને સોશિયલ મીડિયા દ્વારા રાજસ્થાનના યુવક સાથે પ્રેમ થતાં ભાગી ગઈ, પ્રેમીની સચ્ચાઈ જાણી તો ચોંકી ગઈ.

વડોદરા (Vadodra ):મળતી જાણકારી મુજબ ,સોશિયલ મીડિયા દ્વારા પ્રેમમાં પાગલ થયેલી એક પરણેલી મહિલા ગુજરાતના વડોદરાથી લગભગ 900 કિમી ઝુંઝુનૂના પિલાનીના દેવરોડન ગામમાં પોતાના પ્રેમી પાસે પહોંચી ગઈ. ગુજરાતની પરણેલી મહિલાને સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સ સાથે પ્રેમ થયો. તેણે ખુદને અમીર ગણાવી હતી.

તેની વાતોમાં આવીને રોમાબેને પોતાનું ઘર છોડી પ્રેમી સાથે નવા સંબંધના સપના જોવા લાગી. રોમાબેનને ચમન ખાને પોતાનું મોટુ મકાન અને સારો કામધંધો હોવાની વાત કહી હતી. ચમન ખાનની વાતોમાં આવીને વિવાહિતા રોમાબેન પટેલ ઘર છોડીને સીધા પ્રેમીને મળવા તેની સાથે રહેવા દેવરોડ ગામમાં પહોંચી ગઈ. અહીં આવીને જોયું તો, રોમાબેનને ખબર પડી તે. ચમન ખાન પણ નાના મોટા તંદૂરનું કામ કરીને ઘર ચલાવે છે. તેમ છતાં પણ તે ચમન સાથે રહેતી હતી.

થોડા દિવસમાં ચમના વ્યવહારમાં બદલાવ આવ્યો. ચમન રોમા સાથે મારપીટ અને ગાળો આપવા લાગ્યો. ત્યાર બાદ રોમાએ પોતાના પતિને જેમ તેમ કરીને મેસેજ કર્યો. મેસેજમાં તેણે પતિને પાછા આવવાની વાત કહી અને પોતાની ભૂલ પણ માની. મેસેજ બાદ વડોદરાથી રોમાબેનનો પતિ રાહુલ પિલાની પહોંચ્યો. પિલાનીથી રોમાને લઈને રાહુલ વડોદરા રવાના થઈ ગયો.