જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ, પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત

સરકારે લાંબો સમય ઉમેદવારોને રાહ જોવડાવ્યા બાદ 3 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ જ દિવસે સવારે પંચાયત તલાટીની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ યોજવાની જાહેરાત કરી હતી. આ સાથે જ પંચાયત ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ લેવાનું જાહેર કર્યું હતું, પરંતુ હવે ચૂંટણી પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળે તલાટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે લાંબા સમયથી તૈયારી કરી રહેલા 17.23 ઉમેદવાર નિરાશ થયા છે. ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે, જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 8 જાન્યુઆરીએ યોજાનાર હતી, પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું છે, જે મુજબ હવે જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરીએ સવારે 11થી 12 દરમિયાન લેવાશે.

આ કારણોસર 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે, જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે.તલાટીની 3437 જગ્યા માટે જાન્યુઆરી 2022માં જાહેરાત બહાર પડાઈ હતી. આ ભરતી માટે ઐતિહાસિક 23 લાખ ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં અને ચકાસણી બાદ 17.23 લાખ ઉમેદવારનાં ફોર્મ માન્ય ઠર્યાં હતાં. ઉમેદવારોની જંગી સંખ્યાને કારણે સરકાર તલાટીની પરીક્ષા સતત પાછી ઠેલી રહી હતી. ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી ગયા હતા.

જે સમયે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી પાંચ આરોપી ગુજરાતના છે અને અન્ય 10 આરોપી અન્ય રાજ્યના છે. આ પૈકી બે આરોપીની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી એક ઓડિશાનો હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે ATSની એક ટીમે ઓડિશામાં ધામા નાખ્યા છે. મુખ્ય આરોપી પ્રદીપ નાયક ઓડિશાનો રહેવાસી છે. જે હૈદરાબાદના પ્રિંટિંગ પ્રેસમાંથી છપાયેલુ પેપર લઇને વડોદરા આવ્યો હતો.