કબરાવ માં મોગલ ધામ ખુબ જ પ્રખ્યાત છે,માં મોગલ બધા જ શ્રદ્ધાળુ ભક્તોની માનતા પૂરી કરે છે,માં હાજર હજૂર છે,તેન ધામે આવનાર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
આપણે વાત કરીશું કે એક દીકરાના પિતાએ માં મોગલના ધામે આવીને મણીધર બાપુના હાથમાં 5100 રૂપિયા આપી તેણે માનેલી માનતા પૂર્ણ કરી. કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામ મણીધર બાપુ પણ બિરાજમાન છે, ત્યારે આ દીકરાના પિતાને આશીર્વાદ આપતા મણીધર બાપુએ પૂછ્યું હતું કે આ શેની માનતા માની હતી.
ત્યારે યુવકે કહ્યું હતું કે તેમનું સપનું હતું કે તેમનો દીકરો ભણી-ગણીને ખુબ જ આગળ વધે, એવામાં દીકરો પરીક્ષામાં પાસ થાય તે માટે ની માનતા માની હતી. આ માનતા પૂર્ણ થતાની સાથે દીકરા નું ભવિષ્ય સુધરી ગયું અને પિતા પોતાના દીકરાને લઈને મોગલધામ આવી પહોંચ્યા.
મણીધર બાપુએ આ દીકરાને આશીર્વાદ આપ્યા અને 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દીકરાને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી બેનને આપજે માં મોગલ ખુબ જ રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ ઉપર રાખેલો વિશ્વાસ કે જે ના લીધે તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.માં મોગલના ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.
મણીધર બાપુએ વધારે જણાવતા કહ્યું હતું કે,માં મોગલને રૂપિયાની જરૂર નથી,માં મોગલ તો ભાવના ભૂખ્યા છે.માં પર વિશ્વાસ રાખવામાં આવે તો માં એના કામ અવશ્ય પૂર્ણ કરે છે.