PM કિશાન નિધી યોજનાના તમામ ખેડૂતોએ આધાર E-KYC અને આધાર સીડિંગ આ રીતે કરી શકે છે

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી દેશના તમામ ખેડુતોને વાર્ષિક 6000 (દર ચાર મહિને રૂ.2000)ની આર્થિક સહાય પી.એમ.કિસાન સન્માનનિધિ યોજના દ્વારા આપવામાં આવે છે. આ માટે 1 ફેબ્રુ. 2019 ની સ્થિતિએ જે ખેડુત ખાતેદાર હોય તેને આ યોજના માટે લાયક ઠેરવવામાં આવેલ. કચ્છ જીલ્લા માં પણ તા. 1 ફેબ્રુ. 2019ની સ્થિતિ એ જે ખેડુત ખાતેદાર છે તેમાંથી મોટા ભાગના ખેડુતો આ યોજ્નાનો લાભ લે છે. આ યોજના ની શરૂઆત થઈ ત્યાર થી અત્યાર સુધી રૂ.2000 ના કુલ અગિયાર હપ્તાઓ આ યોજના અંતર્ગત આ યોજનાના લાભાર્થીઓના બેંકના ખાતામાં સીધે સીધા જમા કરવામાં આવ્યા છે.

હાલમાં ખેડુતોને અપાતી આ રક્મ સમયસર મળે છે અને જેતે ખેડુતને જ મળે તે ખરાઇ કરવા ના હેતુથી અને આ ચુકવણાની તમામ પધ્ધતિઓ આધાર બેઝ્ડ થાય તેવા બેવડા હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેતા તમામ લાભાર્થીઓનું ફરજીયાત આધાર e-KYC અને આધાર સીડિંગ કરાવવું ફરજીયાત છે. આ કામગીરીને પુર્ણ કરવાની આખરી તારીખ કેંદ્ર સરકાર દ્વારા તા. 15 ઓગષ્ટ નક્કી કરેલ છે. 15 ઓગષ્ટ સુધીમાં જે ખેડૂતોનું “e-KYC” પુર્ણ થયેલના હોય તેવા ખેડૂતોને યોજના હેઠળનો હવે પછીના હપ્તા જમા કરવામાં આવશે નહિં. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થીઓનું “આધાર સીડીંગ” થાય તે માટે પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થીએ પોતાની બેંક શાખાનો સંપર્ક કરવા માટે કચ્છ જીલ્લા ખેતીવાડી અધિકારી  ડૉ.કે.ઓ.વાઘેલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.